મૌલિક ધામેચા/અમદાવાદ: મધર્સ ડેના કલાકો પહેલા જ અમદાવાદ શહેરમા એક એવો બનાવ બન્યો કે, જેમા માતા- પુત્રના સંબંધો લજવાયા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં એક 24 વર્ષિય યુવકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે યુવકની સતર્કતાના કારણે અપહરણ શક્ય ન બન્યુ.પરંતુ યુવકે શહેર કોટડા પોલીસ મથકમાં પોતાના મામા સહિત 5 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિશેક સોલંકી નામના યુવકનું ગત મોડી રાતે એટલે કે, મધર્સ ડેના કલાકો પહેલા અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવકે પોતાના મામા સહિત 5 લોકો સામે અપહરણના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જો કે યુવકે અપહરણ પાછળ પોતાની માતાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જે અંગે પોલીસે અપહરણમાં યુવકની માતાની સંડોવણી છે કે, કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.


મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર બન્યો પથારીવશ દીકરો, 88 વર્ષના માતા કરે છે ચાકરી


અપહરણના પ્રયાસ બાદ પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકે પોલીસ સમક્ષ જણાવ્યુ કે, માતા પિતા 2012થી અલગ રહે છે. પિતા સુરતથી અમદાવાદ આવી ગયા અને તે માતા સાથે સુરત રહેતો હતો. પરંતુ માતા પરેશાન કરતી હોવાથી તે 1 વર્ષ પહેલા અમદાવાદ આવ્યો અને પિતાનો વ્યવ્સાયમાં જોડાયો હતો. માટે પુત્રને પરત મેળવવા માટે માતાએ તેના અપહરણ કરાવવાની કોશીશ કરી છે. તો બીજી તરફ અપહરણ સમયે માતા હાજર ન હોવાથી પોલીસે હાજર રહેલા મામા સહિત 5 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



બાપુનગર પાસેથી યુવકના અપહરણ બાદ કેશમાં નવા નવા તથ્યો પોલીસ સામે આવી રહ્યા છે. જેમાં પહેલા મામા સામે ફરિયાદ અને બાદમાં માતાએ જ અપહરણ કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારે પોલીસ તપાસમાં પુત્રના અપહરણ મામલે માતા વિરુધ્ધ પુરાવા મળશે તો માતાની પણ ધરપકડ થઈ શકે છે. અને તેવામાં માતા-પુત્રના સંબંધ લજવાઈ શકે છે.