તાપી : તાપીમાં સાસુએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ઉચ્છલના આમકુટી ગામે બની હતી. મળતી વિગતો પ્રમાણે આમકુટી ગામે જમાઇના ઘરે ગુરૂવારે દીકરીનો જન્મ થયો હોવાથી સાસુ રવિવારે મોડી સાંજે જમાઇના ઘરે આવી હતી અને જન્મેલી બાળકીનું નામકરણ કરવા બાબતે સાસુએ જણાવ્યું હતું. આ મામલે ચર્ચા વધારે ઉગ્ર બની જતા સાસુ ગુસ્સે થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આાણંદના ખંભાતમાં કોમી છમકલાં, આગચંપી પછી અજંપાભરી શાંતિ


સાસુએ આવેશમાં આવી જમાઇ સાથે ઝપાઝપી કરી હતી ઘરમાંથી જમાઇને આંગણામાં ખેંચી જઇ ગુપ્ત ભાગે લાત મારી દીધી હતી. આ હુમલાના કારણે જમાઈ નીચે પટકાયો હતો અને પથ્થર પણ કપાળના ભાગે વાગતા ત્યાં જ બેભાન થઇ ગયો હતો. આ પછી સારવાર માટે લઇ જતાં રસ્તામાં જ જમાઇનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માહિતી મળી હતી કે ગુપ્તભાગ પર થયેલી ગંભીર ઈજાને કારણે જમાઈનું મૃત્યુ થયું છે. 


સુરતમાં આખો દિવસ નહીં મળે પાણી, તારીખ અને વિસ્તારો જાણવા કરો ક્લિક


આ મામલે ઉચ્છલ પોલીસે સાસુની ધરપકડ કરી છે. હાલમાં તો સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ભારે ચર્ચા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...