મૌલિક ધામેચા/અમદાવાદ: પૈસા માટે વૃધ્ધ માતા પર પુત્રએ હુમલો કર્યો અને ઘરમા તોડફોડ કરીને આંતક મચાવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જોકે દિકરાથી બચવા ના છૂટકે વૃધ્ધ માતાએ પુત્ર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે માતાની ફરિયાદ લઈને પુત્રની કરી ધરપકડ કરી છે. કોણ છે આ કળયુગનો હેવાન પુત્ર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલર્ટ! ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત


પોલીસ કસ્ટડીમા જોવા મળતો યુવક આકાશ જોષી છે. જેણે પોતાની જનેતા પર હુમલો કરીને મારવાનો પ્રયાસ કર્યો. ઘટના એવી છે કે આકાશ જોષી તેની પત્ની મોનલ સાથે ફોન પર વાત કરતો હતો અને પતિ-પત્ની વચ્ચેની તકરારમા અચાનક ઉશ્કેરાઈ ગયો અને ઘરમા તોડફોડ શરૂ કરી દીધી. માતા કલ્પનાબેને દિકરાને તોડફોડ કરતા અટકાવ્યો અને સમજાવવા જતા આકાશએ માતા પર હુમલો કરી દીધો અને ગળુ દબાવીને મારવાનો પ્રયાસ કર્યો.


આ ખેડૂત કરે છે એવુ કામ કે દૂરદૂરથી જોવા આવે છે લોકો,નોકરી છોડી વિકસાવ્યો નવો ટ્રેન્ડ


એટલું જ નહિ આરોપી આકાશે છરી મારીને હત્યા કરવાની ધમકી આપી જેથી દિકરાથી ડરીને કલ્પનાબેન ઘરની બહાર નીકળી ગયા. અને ઘર નજીકના બસ સ્ટેન્ડે આખી રાત પસાર કરીને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે માતાની ફરિયાદ બાદ પોલીસે પુત્ર આકાશની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. 


શિક્ષકે ટ્યુશનમાં આવતા બે બાળકોને દેખાડ્યા અશ્લીલ વીડિયો,હેવાનીયતની તમામ હદો કરી પાર


આરોપી આકાશ જોષી અગાઉ કાપડની દુકાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘરે બેકાર હતો. જેથી તેની પત્ની મોનલ પણ બે બાળકોને લઈને છ મહિના પહેલા વડોદરા જતી રહી હતી. આકાશના માતા કલ્પનાબેન નિવૃત શિક્ષક હૉવાથી તેમનુ પેન્શન આવતુ હતુ. આકાશને માતા પાસેથી પૈસા કઢાવવા તે ઘરમા તોડફોડ કરીને આતંક મચાવતો હતો. જેથી માતા પૈસા વાપરવા આપી દેતા હતા. પરંતુ આકાશે આ વખતે પૈસાની લાલચમા માતાની જાન લેવાનો પ્રયાસ કરતા અંતે માતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પોલીસે વૃધ્ધ માતાની ફરિયાદ લઈને દિકરા વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી.


પાટીદારો ડોલર કમાવવામાં શૂરા આ મહેણું ભાગ્યું! પાટીદાર યુવકે સમગ્ર વિશ્વમાં વગાડ્યો


આકાશ જોષીથી તેની માતા જ પરેશાન નહોતી પરંતુ સોસાયટીના રહીશો પણ પરેશાન હતા. આલોક એપાર્ટમેન્ટના અનેક રહીશોએ આકાશ વિરૂધ્ધ અરજી કરેલી કે આકાશ અવાર નવાર ઘરમા તોડફોડ કરીને આંતક મચાવે છે. હાલમા આનંદનગર પોલીસે મારામારી કેસમા આરોપીને કોર્ટમા રજૂ કરી વધી કાર્યવાહી હાથ ધરી છે.