અમિત રાજપૂત, અમદાવાદ :અમદાવાદમાં 10 દિવસ પહેલા જન્મેલી બાળકી હ્રદયના વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવા કટોકટીના સમયે બાળકીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ નથી કરાવતી. તબીબો દ્વારા બાળકીના સારા આરોગ્ય માટે નવજાતની માતાને વારંવાર કહેવા છતાંય માતા ફીડીંગ ન કરાવવા પર મક્કમ છે. નવજાતના પિતાએ તેની પત્નીને કૌટુંબિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવાની વિનંતી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Facebook યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો, યુવકે સંબંધ બાંધીને યુવતી પાસેથી કરાવ્યા એવા એવા કામ...


મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક માતા કે જેણે 9 મહિના સુધી જે બાળકીને પોતાની કૂખમાં રાખી આજે તે પોતાની જ નવજાત બાળકીની જ દુશ્મન બનીને બેઠી છે. અમદાવાદનો આ કિસ્સો કોઈને પણ હચમચાવી નાખે તેવો છે. 10 દિવસ પહેલા જ જન્મેલી બાળકી વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. આવા સમયે બાળકીને માતાના દૂધની સખત જરૂર હોય છે. નવજાત બાળકી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકીને તેના માતાનું ધાવણ ન મળતા તેને પાવડરનું દૂધ પીવડાવવું પડે છે. 


અમદાવાદ : જે વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા, તેના ડ્રાઈવરની ધરપકડ કરાઈ 



બાળકીના પિતા ચિરાગ ઠક્કરે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ કરાવતી જ નથી. હોસ્પિટલમાં તબીબોએ પણ બાળકીની માતાને આ અંગે વારંવાર વિનવણીના સૂરમાં કહ્યું છે કે, બાળકીના સારા આરોગ્ય માટે બાળકીને ફીડીંગ કરાવવું જોઈએ. આમ છતાં બાળકીની માતા વજ્ર હૃદયની જાણે બની ગઈ છે. નવજાતના પિતાએ તેમની પત્નીને પારિવારિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવા વિનંતી કરી છે.


આમ, માતાપિતાના ઝઘડામાં આ બાળકીનો શું વાંક, જેને જન્મતાની સાથે જ ગંભીર બીમારી મળી છે, અને સાથે જ તે માતાના ધાવણ વિની ટળવળી રહી છે. દુનિયામાં હજી 10 દિવસ પહેલા જ આવેલી આ બાળકી જીવવા માટે એક તરફ પોતાની બીમારી, તો બીજી તરફ પોતાની માતા સામે સંઘર્ષ કરી રહી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :