છપરા: ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી. દુષ્કર્મનો આરોપી રવિન્દ્ર ગોંડનો આખો પરિવાર એક જર્જર મકાનમાં રહે છે. આરોપી પિતા સાવલિયા શાહ ગામમાં રહીને મજરી કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. પુત્રની આ કરતૂત સાંભળ્યા બાદ તે પણ હતપ્રત છે.
ભયથી ફફડી રહેલા 20 હજારથી વધુની હિજરત, ઉદ્યોગો થયા ઠપ : વાંચવા ક્લિક કરો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે ભલે રાજકારણ થઇ રહ્યું હોય, પરંતુ આ મામલાને ઉકેલવા માટે કોઇપણ આગળ આવી રહ્યું નથી. ઘટનાની જાણકારી બાદ પરિજન હતપ્રભ છે અને કેમેરા સામે આવવાનું ટાળી રહ્યો છે.  


સીએમ નીતિશે કરી નિંદા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બાળકી સાથે દુષ્કર્મની નિંદા કરી અને કહ્યું કે અપરાધ અક્રનારને નિશ્વિતપણે દંડ કરવો જોઇએ. પરંતુ અન્ય લોકોના સંબંધમાં સમાન ધારણા ન રાખવી જોઇએ. નીતીશ કુમારે કહ્યું કે 'અમારી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાંના મુખ્ય સચિવ સાથે વાતચીત થઇ છે. અમારા મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશ સતત તેમના સંપર્કમાં છે. 


ઢુંઢર દુષ્કર્મ મામલાના વધુ ન્યૂઝ જાણવા , ક્લિક કરો