હિતલ પારેખ/અમદાવાદ : દેશનો સૌથી લાંબો અને ઊંચો પુલ, એ પણ કાચનો. ચીન, જર્મનીમાં જોવા મળતો આવો અદભૂત નજારો હવે આગામી દિવસોમાં હકીકતમાં જોવા મળી શકશે. ગુજરાતના શક્તિપીઠ અંબાજી યાત્રા ધામમાં આવેલ ગબ્બર પર્વત પર પહોંચવા માટે સ્કાય વોક, કાચનો પુલ બનાવવામાં આવનાર છે. અરવલ્લની પહાડીઓની વચ્ચે સ્કાય વોક નિર્માણ માટે વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 21 એમઓયુ કરાયા
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે કુલ 21 એમઓયુ કર્યા છે. મુખ્ય યાત્રાધામ દ્વારકા, અંબાજી સોમનાથ, પાવાગઢ જેવા સ્થળોએ થ્રી અને ફોર સ્ટાર હોટલોનુ નિર્માણ કરાશે. ચોટીલા પર રોપ વે બનાશે. તો અંબાજી ખાતે સ્કાય વોકનુ બનાવવાનુ આયોજન કરાયું છે. ભારતમાં પ્રથમ આ પ્રકારે સ્કાય વોક બનશે. દર્શન કરી યાત્રીઓ સીધા લિફ્ટ અને ટ્રોલીથી ગબ્બર જીઈ શકાય તેવુ પણ આયોજન કરાશે. ચેરલિફ્ટ રોપ વે પણ ગબ્બર ખાતે શક્તિપિઠના દર્શન કરવા માટે બનાવાશે. કચ્છમાં વિરાયતના સંસ્થા જૈન સમાજનુ અને કેવડીયા ખાતે પોઈચા જેવુ સ્વામિનારાયણ ધામ અને હોટલના એમઓયુ કરાયા છે.


વાછરડાને બચવવા 360 ડિગ્રી જેટલું ફરી ગયું ટેન્કર, આ Video જોઈ વધી જશે હાર્ટ બિટ


અંબાજી ગબ્બર પર સ્કાય વોક માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમઓયુ કરાયા છે. ભારતમાં પહેલીવાર આ પ્રકારે સ્કાય વોક બનશે. 150 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સ્કાય વોક તૈયાર કરવામાં આવશે. આ માટે એક ખાનગી કંપની સાથે એમઓયુ કરાયા છે. આ સ્કાય વોક યુ આકારનો હશે, જેના માટે પહેલા સરવે કરવામાં આવશે. 


શું ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતનો વિવાદ ઉકેલાશે, આજે કમર્શિયલ કોર્ટમાં સુનવણી


પહેલો કાચનો પુલ ચીનમાં
દુનિયાનો સૌથી પહેલા કાચનો પુલ ચીનના હુનાન પ્રાંતમાં બન્યો હતો. આ પુલ મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર છે. આ પુલ બહાદુર મર્દના પુલના નામથી પણ પ્રખ્યાત છે. પુલ એક એવી ખીણ પર બનાવાયો છે, જેની 180મીટરની ઊંડાઈ ડરાવી દે તેવી છે. પરંતુ આ પુલને પાર કરવા માટે બહુ જ સાહસની જરૂર હોય છે. કાચના આ પુલનો ફ્લોર 300 મીટર લાંબો છે. આ પુલનું ટેસ્ટિંગ ગત વર્ષે ઓગસ્ટના અંતમાં કરવામાં આવ્યું હતું. વધુ વજનને કારણે 12 દિવસ બાદ તેને બંધ કરી દેવાયો હતો. હવે તેને ફરીથી મુસાફરો માટે ખુલ્લો કરાયો છે. આ પુલ પર જવા માટે સેલ્ફી બેલ્ટ બાંધવામાં આવે છે. તો પુલ પર એક ગાઈડ પણ સાથે હોય છે. 


ભીડ જોઈને AMCએ ફ્લાવર શોની ટીકિટના ભાવમાં કર્યો ભડકો, નહિ પોસાય સામાન્ય વર્ગને 


અંબાજી મંદિર 52 શક્તિપીઠોમાંનું એક છે. આ મંદિરના ગર્ભગૃહમાં માતાની કોઈ મૂર્તિ સ્થાપિત નથી. શક્તિના ઉપાસકો માટે આ મંદિર બહુ જ મહત્વનું છે. અહીં માતાનું એક શ્રીયંત્ર છે. જેને એવી રીતે સજાવવામાં આવે છે કે, અહીં આવનારા શ્રદ્ધાળુઓને સાક્ષાત માતા બિરાજમાન છે તેવું લાગે છે. અંબાજી મંદિર વિશે કહેવાય છે કે, શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં થયા હતા. તો ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં જ આવી ચૂક્યા છે. મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર ગબ્બર નામનો પહાડ આવેલો છે. આ પહાડ પર મા દેવીનું પ્રાચીન મંદિર છે. માનવામાં આવે છે કે, અહીં પત્થર પર એક પદચિન્હ બનેલા છે. અંબાજી દર્શન કરવા આવનારા ગબ્બર પર્વત પર જરૂર આવે છે.