બનાસકાંઠા : ગુજરાતીઓ નજીકનું અને મનપસંદ હિલ સ્ટેશન પૈકીનાં એક આબુ રોડ પર એક હોટલની ઘટનામાં વિચિત્ર બનાવ બન્યો હતો. હિલસ્ટેશન રોડ પરનાં એક સંચાલકે 3 ગુજરાતી પર્યટકને દોડાવી દોડાવીને માર્યા હતા. આ ત્રણેય પર્યટકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આબુમાં લાખો ગુજરાતીઓ અહીં ફરવા માટે જતા હોય છે. નાના વેકેશન દરમિયાન ગુજરાતીઓ મોટા પ્રમાણમાં અહી ઉમટી પડે છે. આબુમાં વસતા મોટા ભાગનાં લોકોની રોજીરોટી પ્રવાસન ઉદ્યોગ પર જ નભે છે. તેવામાં 3 ગુજરાતીઓને માર માર્યાની ઘટના ઘણુ કહી જાય છે. ત્રણેય યુવકોને ન માત્ર દોડાવી દોડાવીને માર માર્યો પરંતુ કુહાડી વડે હુમલો પણ કર્યો હતો. 

મહેસાણા જિલ્લાના સતલાસણ ગામના ભવાનીસિંહ અને કુલદીપસિંહ સહિત ત્રણ મિત્રો ફરવા માટે આબુ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે જય અંબે હોટલના સંચાલકો સાથે ખાવા અને પાણીની બોટલ બાબતે માથાકુટ થઇ હતી. બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા હોટલના સંચાલકોએ પર્યટક સાથે ગાળાગાળી કરીને માર મારવાનું ચાલુ કર્યું હતું. હોટલના સંચાલકોએ ગુંડાઓને પણ શરમાવે તે પ્રકારે ત્રણેય યુવકોને માર્યા હતા. તમામના કપડા પણ ફાડી નાખ્યા હતા. કુહાડી વડે ઘા કરતા એક પર્યટકને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પણ થઇ હતી. હાલ તો આબુરોડ પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube