હિતલ પારેખ, ગાંધીનગર: મહિલા LRDના આંદોલન બાદ હવે પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓના જીઆર બાબતે થયેલા આંદોલન બાદ બેઠકો વધારતા હવે પુરુષ ઉમેદવારો પણ બેઠકો વધારવા માટે આંદોલનના માર્ગે ચઢ્યા છે. ગાંધીનગર સચિવાલય બહાર સોમવારે પુરુષ ઉમેદવારો સરકારમાં રજૂઆત પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો


સરકાર દ્વારા સરકારી ભરતીમાં મહિલા ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલા જીઆર ના આંદોલન બાદ મહિલા LRDની બેઠકમાં વધારો સરકાર દ્વારા જાહેર કરી આંદોલન પૂર્ણ કરવામાં સફળતા મળી હતી. કોરોના મહામારી વચ્ચે હવે પુરુદ્ધ LRD ઉમેદવારો દ્વારા બેઠકો વધારવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 બહાર મોટી સંખ્યામાં પુરુષ LRD ઉમેદવાર એકત્ર થયા હતા જેમની પોલીસે અટકાયત કરી હતી. ઉમેદવારો રજૂઆત કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારો સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અટકાયત વોહરી લીધી હતી.


આ પણ વાંચો:- ગુજરાત હવે કોરોના મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં


પુરુષ ઉમેદવારોની એક જ માંગણી છે કે જો મહિલા ઉમેદવારોની બેઠક વધારી તો તેમની પણ બેઠક વધારવામાં આવે અને સાથે વેટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવે. ઉમેદવારોની રજુઆત સામે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના સમય મેં એપિડેમીક એકટ વચ્ચે હાલ એકત્ર ન થઈ શકે, જો થશે તો અટકાયત કરવામાં આવશે. ઉમેદવારો યોગ્ય ઓલેટફોર્મ પર જ રજુઆત કરે. સરકાર સામે વિવિધ આંદોલન મા વધુ એક આંદોલન ઉચકાઈ રહ્યું છી ત્યારે સરકાર આ બાબતે આગામી દિવસો મા શુ રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube