ચેતન પટેલ, સુરત: કોરોના વાયરસના સંક્રમણને લઇને સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે સુરતમાં વસતા પરપ્રાંતિઓએ પોતાના વતન પરત જવા માટે માગ કરી હતી. જો કે, આ મામલે સુરતમાં વસતા રાજસ્થાની લોકોને વતન પરત મોકલવાને લઇને સાંસદ સીઆર પાટીલે રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે, આવા સમયે પોલિટિક્સ કરવાનું બંધ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કામ કરતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિસ્સા, રાજસ્થાન, મધ્યપ્રદેશના લોકો હવે લોકડાઉનના સમયમાં પોતાના વતન જવાની માગ કરી રહ્યાં છે. જેને લઇને બે દિવસ પહેલા પ્રરપ્રાંતિઓ દ્વારા સાંસદ સીઆર પાટીલની ઓફિસ બહાર લાઈનો પણ લગાવી હતી અને જિલ્લા કલેક્ટરને અરજીઓ કરી હતી. જે અંતર્ગત સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરતથી ઓડિસ્સા જવા માટે 3 બસોને મંજૂરી મળી હતી. ત્યારે સુરતના પાંડેસરાથી ઓડિસ્સા માટે બસ ઉપાડવામાં આવી હતી.


તો બીજી તરફ સુરતમાં રાજસ્થાનથી કામ કરવા આવેલા લોકોને વતન પરત મોકલવા મામલે સાંસદ સીઆર પાટીલે રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે, આવા સમયે પોલિટિક્સ કરવાનું બંધ કરો. રાજસ્થાન સરકારે કોઈ પણ પ્રકારની પરમિશન હજી સુધી આપી નથી. સુરતમાં લોખોની સંખ્યામાં રાજસ્થાની લોકો વસવાટ કરે છે. ત્યારે આ મામલે તેમણે લેખીતમાં મંજૂરી આપવા જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube