અમદાવાદ: માં આદ્યશકિતના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે રાજનેતાઓ વિવેક ચૂક્યા હતા. અમદાવાદ ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉંડમાં કિરીટ સોલંકીએ બૂટ પહેરીને આરતી કરી હતી. જ્યારે  નવલી નવરાત્રી ની શરૂઆતના પ્રથમ નોરતે અરવિંદ રૈયાણી બુટ પહેરી માતાજીના દર્શન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અમદાવાદ ખાતે આવેલા આવેલા જીએમડીસી ગ્રાઉંડમાં સાંસદ કિરીટ સોલંકી, આર્ટિસ્ટ જેકી ભગનાની સહિત વિદેશી કલાકારો વિવેક ચૂક્યા હતા. વિદેશીઓએ જૂતા ઉતર્યા વિના જ આરતી કરી હતી. આ ઉપરાંત વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારી પણ વિવેક ચૂક્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પૂર્વ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને હમેશા વિવાદોમાં સપડાયેલા રહેતા અરવિંદ રૈયાણી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. નવલી નવરાત્રી ની શરૂઆતના પ્રથમ નોરતે અરવિંદ રૈયાણી બુટ પહેરી માતાજીના દર્શન કરતો ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થયો છે. 


આ પૂર્વે પણ અરવિંદ રૈયાણી દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વરરાજા સાથેની જાન મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા માટે કોર્પોરેશન કચેરીએ જાનૈયાઓ સાથે પહોંચી હતી. અને વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ બળજબરીપૂર્વક પોતાના મતવિસ્તારમાં દુકાનમાં ઘૂસી દુકાનદારને માર મારવામાં આવ્યો હતો ત્યારે પણ અરવિંદ રૈયાણીએ પાયાવિહોણી વાત કરી ભીનું સંકેલવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. તો સાથે થોડા દિવસ પૂર્વે તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ વાપરવા મામલે થયેલ બબાલમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું.