ઝી બ્યુરો/ભરૂચ: ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ રાજકારણમાં સક્રિય થશે. મુમતાઝ પટેલે  ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈ અત્યારથી જ ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ખાસ ભરૂચ લોકસભામાં છેલ્લા 5 ટર્મથી ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી


જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર રહેશે એમ લાગી રહ્યું છે કારણ કે હાલ જ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભરૂચ લોકસભા લડશેની વાત કરી હતી અને ત્યારબાદ જે કોંગ્રેસના અગ્રણી એવા સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ એ પણ આ વખતે લોકસભા લડવાની તૈયારીઓ બતાવી છે. હાલ સાંસદ મનસુખ વસાવાએ સામે જવાબ આપ્યો છે કે ચૂંટણી લડવા દાવેદારી કોઈ પણ કરી શકે પણ જીતવું મહત્વનુ છે. 


ગુજરાતની આ શાળાએ વિદ્યાર્થીઓને સાથે લઈને કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો?


સાંસદે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણીના ભરૂચનો ઉમેદવાર હોઉ કે ન હોઉં બીજેપી જીતે તેવો મારો પ્રયાસ રહેશે. અમે વર્ષોથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ સરળતા જીતીશું. પરંતુ એક બાજુ આપ અને કોંગ્રેસ ઇન્ડિયાનું ગઠબંધન છે. કોંગ્રેસ ખતમ થઈ છે. આજે તમામ પક્ષો મૃતપાયે છે ત્યારે એક બાજુ ચૈતર વસાવા ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનથી લડવાનો દાવો કરે છે અને બીજી બાજુ અહેમદ પટેલની પુત્રી પણ લડવાની વાત કરે છે તો આ કેવું ગઠબંધન જેને ચૂંટણી લડવી હોઈ એ લડે પણ જીત તો ભાજપની જ થવાની છે.


વાળા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, શહીદ દીકરાના જન્મદિને જ બારમાની વિધિ કરવી પડી