ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લામાં વન મહોત્સવ કાર્યક્રમમાં આજે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓના વખાણ તો કર્યા પણ તરત જ તેમને આડેહાથ પણ લઈ લીધા. મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારમાં જે સરપંચો પૈસા લઈને લાકડા કાપવાની રસિદ આપે છે તેમના પર પણ ચાબખા માર્યા હતા. મજાની વાત એ હતી કે અવારનવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામે અવારનવાર શાબ્દિક યુદ્ધ ચાલતુ હોય છે તે બંન્ને બળિયા આજે એક મંચ પર દેખાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા, પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયુ કદ


નર્મદા જિલ્લામાં આજે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના મેદાન ખાતે વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને તેમના પર અવારનવાર ચાબખા મારનાર આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક મંચ પર દેખાયા હતા. અધિકારીઓ માટે જાણે સુરજ પૂર્વમાં ઉગ્યો હોય તેવો માહોલ હતો. સાંસદે આજે અધિકારીઓના વખાણ કર્યા હતા. મનસુખ વસાવાએ પહેલાના સમયમાં બે નંબરી લાકડાનો ધંધો કરનારા લોકો સામે કેવી રીતે આધિકારીઓએ સામનો કર્યો હતો તેવા અધિકારીઓના વખાણ કર્યા હતા. 


BJPમાં ભૂકંપ: પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના વધુ એક મોટા નેતાનું રાજીનામુ


તો બીજી જ સેકંડે જયારે રેતી માફિયાઓ ફરી આડે હાથ લીધા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નદી કિનારે જે વૃક્ષો હોય છે. તેનું નિકંદન રેતી માફિયાઓ કરતા હોય છે તે બાબતે કાયમ હું બોલું છું. સરપંચો 1000 રૂપિયા લઈને લાકડા કાપવાની રસીદ આપે છે, તેની સામે વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાએ ખેડૂતો દ્વારા આવા જુના વૃક્ષો કાપી નાખે છે, તે ના કરવું જોઈએ એમ પણ જણાવ્યું હતું.


આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડી શકે છે હળવોથી ભારે વરસાદ, જાણો નવી આગાહી


જ્યારે સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર્યું કે અમારી ભૂલ ન કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકોને રોજગારી મળતી નથી, પણ એના માટે અધિકારીઓએ એક સાથે બેસીને એનું નિરાકરણ લાવવું પડશે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોજગારી નથી મળતી તેવું ચૈતર વસાવાએ અગાઉ કહ્યું હતું. તે વાતથી પણ સાંસદ મનસુખ વસાવા સહમત થયા હતા અને સ્ટેજ પર જ કહ્યું હતું કે આપણે સાથે મળીને કંઈક કરવું પડશે એમ ચૈતર વસાવાને સાંસદે જણાવ્યું હતું. 


Lok Sabha Chunav:મોહન ગયા, નારાયણ બચ્યા, 2024મા BJPને કોણ પડકારશે? રાઠવાઓનો છે દબદબો