ભરૂચ : સાંસદ મનસુખ વસાવા પોતાનાં સ્પષ્ટ વક્તા સુખી ભવેતનાં નિયમો અનુસાર વારંવાર ચર્ચામાં આવતા રહે છે. મામલતદારની ઝાટકણી કાઢ્યા બાદ હવે ફોરેસ્ટ ગાર્ડની ઝાટકણી કાઢીને સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું માત્ર વોટ મેળવવા માટે રાજકારણમાં નથી આવ્યો. સમાજ અને લોકોનાં કામ કરવા માટે રાજકારણમાં આવ્યો છું. ફોરેસ્ટ ગાર્ડ એમ કહે છે કે ચૂંટણીમાં પાડી દઇશું તો ભાઇ હું 1995 થી રાજકારણમાં જીતતો આવ્યો છું, તમતમારે પાડી દેજો. હું પ્રજા માટે લડુ છું પ્રજાની સુખાકારી મારૂ મુખ્ય લક્ષ્ય છે. હું રાજ્ય અને ભારત સરકારમાં મંત્રી રહી ચુક્યો છું. અમે પાડી દઇશું તેવા વ્હેમમાં કોઇ ન રહે. મને પાડવા વાળા અનેક ખોવાઇ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલ આપમાં જોડાય છે? પોતે જ ફેસબુક પોસ્ટ કરીને માહિતી આપી કે...


આ અંગે વસાવાએ કહ્યું કે, જ્યારે જનતાનું સારુ વિચારીને ભ્રષ્ટ અધિકારીઓના કાન આમળીએ ત્યારે અધિકારીઓના પેટમાં તો તેલ રેડાય જ છે સાથે તેમને લાંચ આપી આપીને પોતાના કામ કઢાવનારા માફીયાઓને પણ પેટમાં દુખે છે. જેના કારણે તેઓ આવા વ્યક્તિ વિરુદ્ધ પ્રોપેગન્ડા પણ ચલાવતા હોય છે. આ બધુ રેત માફીયાઓના ઇશારે ચાલી રહ્યું છે. મામલતદારો પણ આવા અસામાજિક તત્વોના ઇશારે જ કામ કરે છે. મારી માફી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હું નમતુ જરા પણ નહી જોખું કારણ કે મે જે કાંઇ પણ કર્યું તે લોકોની સુખાકારી માટે કર્યું છે. નર્મદામાં મોટા પ્રમાણમાં બિનકાયદેસર રીતે રેતીનું ખનન ચાલી રહ્યું છે. 


કાલે બહુચર્ચિત હેડક્લાર્કની પરીક્ષાનું આયોજન, આ નિયમો વાંચી લેજો નહી તો ઘરભેગા કરી દેશે


આ અંગે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી ચુક્યો છું. રેત માફિયાઓ સાથે ખાણ અને ખનીજ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. તેમની રહેમ રાહે જ આ બધુ ચાલી રહ્યું છે. પરંતુ જો જરૂર પડશે તો વડાપ્રધાન સુધી હું આ મુદ્દો ઉઠાવીશ. અત્રે નોંધનીય છે કે, વસાવાએ ગાર્ડની ઝાટકણી કાઢ્યા બાદ ફોરેસ્ટ વિભાગ પણ સફાળું જાગ્યું હતું. અનેક જંગલના રસ્તાઓ પર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube