પંચમહાલ: MP પ્રભાત સિંહ ચૌહાણના પુત્રએ MLAના પુત્ર પર કર્યો જીવલેણ હુમલો
પંચમહાલમાં વિસ્તારના સાંસદ પ્રભાત સિંહ ચૌહાણના પુત્રએ કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર પર જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: પંચમહાલમાં વિસ્તારના સાંસદ પ્રભાત સિંહ ચૌહાણના પુત્રએ કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર પર જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણે કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર સુનિલ ચૌહાણ ઉર્ફે પપ્પુ પર ધારદાર હથિયારથી હુમલો કર્યા હોવાના અહેવાલ છે. આ હુમલો રેતીના વેપાર બાબતે અંગત અદાવતને લઈ કરાયો હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્ત ધારાસભ્યના પુત્રએ સાંસદ પુત્ર સહિત અન્ય 3 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં સાંસદ પુત્ર સહિતના 4 ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરી સોનાની ચેન અને રોકડ સહિત 55000 ની લૂંટ કર્યા હોવાનોપણ ઉલ્લેખ કરાયો છે. અત્રે જણાવવાનું કે હુમલો કરનાર ઉમેશ ચૌહાણ નો સુનિલ ચૌહાણ ભત્રીજો છે.