તેજસ દવે, મહેસાણાઃ કોરોના કાળમાં કહેવાય છેકે, વેક્સીન એ જ વાયરસથી બચવાનો ઉપાય છે. ત્યારે સરકાર પણ રસીકરણના મહાઅભિયાનને ખુબ જોરશોરથી ચલાવી રહી છે. ગુજરાતના શહેરી વિસ્તારો જ નહીં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાના ટીકાકરણ અભિયાન માટે સરકારી તંત્રને કામે લગાવવામાં આવ્યું છે. જોકે, કોરોનાની રસી લીધાં બાદ કેટલાંક લોકોમાં કંઈક અલગ પ્રકારના લક્ષણો સામે આવ્યાં હોવાનું પણ હવે જાણવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલાં પાલનપુરમાં મેગ્નેટિક મેનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વેકસીન લીધા બાદ યુવકના શરીરમાં મેગ્નેટિક અસર થતી હોવાની વાત વહેતી થઈ છે. બનાસકાંઠા ના પાલનપુર ખાતે મેગ્નેટીંગ મેન ચર્ચા નો વિષય બનવા ગયો છે ત્યારે લોકો માં વેકસીન લીધા બાદ આ પ્રકાર ની અસર થતી હોવાની વાત વહેતી થઈ છે અને આ વાત બે મહેસાણા વાસીઓએ નકારી હતી.


વેકસીન ની અસર ને લઇ મહેસાણા આ સ્થાનિકો સાથે વાત કરતા તેમને આ વાત ને માત્ર અફવા ગણાવી હતી અન લોકો આ અફવાઓ માં ના આવે તેવી અપીલ પણ કરી હતી.કોરોના થી બચવા વેકસીન લેવી અત્યંત જરૂરી હોવાની વાત પણ કરી. લોકો માં જે વાત વહેતી થઈ તે મામલે વેકસીન લીધેલ મહેસાણા ના સ્થાનિકો એ આના પાછળ બીજું અન્ય કરણ હશે પણ વેકસીન ના લીધે  આ પ્રકારની કોઈ અસર તેમના માં જોવાં ના મળી હોવાનું જણાવ્યું હતું અને  વેકસીન બાદ માત્ર સામાન્ય તાવ ની અસર થતી હોવાની વાત કરી હતી. ઝી 24 કલાકની ટીમે કોરોનાની રસી લેનારા મહેસાણાના પરિવાર સાથે વાતચીત કરી અને તેમના અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આવી કોઈપણ અસરને નકારી હતી.