ઝી મીડિયા/બ્યૂરો :મુંબઈ પોલીસે મુકેશ અંબાણી (Mumbai Police) નું ઘર એન્ટીલિયા (Antilia) ની પાસે સંદિગ્ધોના એડ્રેસ પૂછવાના મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસનું કનેક્શન કચ્છ સુધી નીકળ્યું છે. હકીકતમાં મુકેશ અંબાણીના ઘરનો એડ્રેસ પૂછનારા લોકો કોઈ સંદિગ્ધો નહિ, પણ ગુજરાતના રહેવાસીઓ હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. જેઓ મુંબઈ ફરવા આવ્યા હતા, અને તેઓને એન્ટિલિયા જોવાની ઈચ્છા હતી. ત્યારે આખરે મુંબઈ પોલીસે (mumbai police) રાહતનો શ્વાસ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સી ડ્રાઈવરના ફોનથી દોડાદોડ થઈ
તાજેતરમાં જ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે સવારે એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, બે વ્યક્તિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયા (mukesh ambani house) ના લોકેશન અંગે પૂછી રહ્યા છે. ટેક્સી ડ્રાઈનરે કહ્યું કે, કિલા કોર્ટ પાસે દાઢીવાળા વ્યક્તિએ એન્ટીલિયાનું લોકેશન પૂછ્યું હતું અને બંને પાસે એક બેગ પણ હતી.


આ પણ વાંચો : ગુજરાતની એક નગરપાલિકાનું ફરમાન, ટૂંકા વસ્ત્રો પહેરીને ઓફિસમાં આવવુ નહિ...


આ માહિતી મળતા જ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે મુંબઈ આવેલા લોકોની તપાસ શરૂ કરી હતી. સાથે જ એન્ટિલિયાની બહાર પોલીસ બંદોબસ્ત વધુ સઘન બનાવાયો હતો. પરંતુ સમગ્ર મામલે ખુલાસો થતા આ સંદિગ્ધો ગુજરાતના કચ્છના રહેવાસી હોવાનું સામે આવ્યુ હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, કચ્છથી ત્રણ લોકો મુંબઈ ફરવા આવ્યા હતા. જેઓએ મુંબઈના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમને એન્ટિલિયા પણ જોવુ હતું, જેથી તેમણે કેબ ડ્રાઈવરને એન્ટીલિયાનું સરનામુ પૂછ્યુ હતું. આ બાદ તેઓ એન્ટિલિયા નિહાળીને કચ્છ પરત જવા રવાના થયા હતા. 


પરંતુ એન્ટીલિયાનું એડ્રેસ પૂછતા જ કેબ ડ્રાઈવરને શંકા ઉપજી હતી, અને તેણે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પરંતુ હવે શંકાસ્પદ લોકો ગુજરાતના ટુરિસ્ટ હોવાનુ ખૂલતા મુંબઈ પોલીસને રાહત થઈ હતી.