Polyster Clothing Brand of Dhirubhai Ambani: ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કર્તાધર્તા મુકેશ અંબાણીને કોઈકે મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તેની શોધ કરી રહી હતી. એવામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ મુકેશ અંબાણી પાસે 400 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનો પણ ખુલાસો થયો છે. અહીં વાત ધમકીની થઈ રહી છે ત્યારે ધમકી સાથે જોડાયેલો ધીરૂભાઈનો આવો જ એક કિસ્સો જાણવા જેવો છે... જ્યારે ધીરુભાઈ અંબાણીએ કાપડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે અમદાવાદમાં તેમની કંપની વિમલ સુટીંગ શર્ટીંગની સ્થાપના કરી. તે પોલિએસ્ટર કપડાંનું ઉત્પાદન કરતી હતી. એવું કહેવાય છે કે દર અઠવાડિયે ધીરુભાઈ અંબાણી આ કંપનીનો સ્ટોક લેવા મુંબઈથી અમદાવાદ જતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમય એવો પણ હતો જ્યારે કોઈપણ બિઝનેસમેન કે મોટા વ્યાપારી ધીરુભાઈ અંબાણી સાથે બિઝનેસ કરવા માંગતા નહોતા, પછી કંઈક એવું થયું અને તસવીર આ રીતે બદલાઈ ગઈ...ભારતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી કોઈ પરિચયની જરૂર નથી. ધીરુભાઈ અંબાણી હાલમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પિતા હતા. રિલાયન્સ ગ્રુપ શરૂ કરવાનો શ્રેય ધીરુભાઈ અંબાણીને જ જાય છે. બિઝનેસ જગતમાં પોતાનું નામ બનાવનારા લોકો પણ ધીરુભાઈ અંબાણીને એક પ્રેરણા તરીકે જુએ છે. અહીં અમે તમારી સાથે ધીરુભાઈ અંબાણી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.


દેશના સૌથી ધનિક પરિવારની કહાનીઃ
આપણામાંથી મોટાભાગના લોકો અંબાણી પરિવારથી પરિચિત હશે. અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર કહેવાય છે. અમે તમને આ અંબાણી પરિવાર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ. રિલાયન્સ શરૂ કરવાનો શ્રેય મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીને જાય છે અને આ વાર્તા માત્ર ધીરુભાઈ અંબાણી સાથે સંબંધિત છે. આ વાર્તા તે સમયની છે જ્યારે ધીરુભાઈ અંબાણી યમનથી ભારત પરત ફર્યા હતા. ધીરુભાઈ અંબાણીએ ભારતીય બજારો વિશે ઊંડું સંશોધન કર્યું હતું. આ દરમિયાન તેમને ખબર પડી કે અહીં પોલિએસ્ટર કપડાની ઘણી માંગ છે અને આ સંશોધનની મદદથી મુકેશ અંબાણીના પિતા ટેક્સટાઈલ ઉદ્યોગમાં આગળ વધ્યા.


જ્યારે ધીરૂભાઈએ કાપડ ઉદ્યોગમાં પગ મૂક્યો...
જ્યારે ધીરુભાઈ અંબાણીએ કાપડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે અમદાવાદમાં તેમની કંપની વિમલ સુટીંગ શર્ટીંગની સ્થાપના કરી. તે પોલિએસ્ટર કપડાંનું ઉત્પાદન કરતી હતી. એવું કહેવાય છે કે દર અઠવાડિયે ધીરુભાઈ અંબાણી આ કંપનીનો સ્ટોક લેવા મુંબઈથી અમદાવાદ જતા હતા. કંપનીએ કપડાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કર્યું હતું પરંતુ તે બજારમાં વેચાતું ન હતું કારણ કે પહેલેથી જ સ્થાપિત કપડાના વેપારીઓ દ્વારા દુકાનદારોને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ ધીરુભાઈ અંબાણી સાથે સોદો કરશે તો તેઓ તેમને કપડાં સપ્લાય નહીં કરે. આ કારણે કોઈપણ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી પાસેથી કપડા ખરીદવાનું ટાળતો હતો.


જ્યારે વેપારીઓ આપતા હતા ધાક-ધમકી...
જ્યારે ધીરુભાઈ અંબાણીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ એક પછી એક તમામ વેપારીઓને મળ્યા અને ખાતરી આપી કે જો વેપારીઓને ધંધામાં કોઈ નુકસાન થશે તો તેના માટે ધીરુભાઈ અંબાણી પોતે જ જવાબદાર રહેશે, પરંતુ જો નફો થશે તો ધીરુભાઈ બધાને એમાંથી કંઈકને કંઈક આપશે. નફો થશે તો ધીરૂભાઈ વેપારીઓને સાચવશે. ધીરુભાઈ અંબાણીની વાતમાં તમામ ઉદ્યોગપતિઓએ વજન બતાવ્યું. આ પછી ધીરુભાઈ અંબાણીએ ન માત્ર પોતાનો બિઝનેસ વધાર્યો પરંતુ ઘણા નવા ઉદ્યોગપતિઓને પણ ઉભા કર્યા.