હિમાંશું ભટ્ટ, મોરબી: “ગરીબોને ઘરના ઘરનું સપનું થયું સાકાર” મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ૧૦૦૮ ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના ૬૦૮ ક્વાર્ટરનું મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે. અને આજે પાલિકાના ટાઉનહોલ ખાતે તેનો ઓનલાઈન ડ્રો કરીને લાભાર્થીને તેના ક્વાર્ટરની ચાવી આપવામાં આવી હતી. ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને ભાજપના આગેવાનોએ મોરબીને પાંચ વર્ષમાં ન માત્ર રહેવા જેવુ પરંતુ માણવા જેવુ બનાવીશું તેવી ખાતરી આપી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા શહેરની વિસ્તારને સલામ ફ્રી કરવા માટે ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા આવી રહ્યા છે. આ દરમ્યાન મોરબીમાં ૩૩ કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવસ યોજનાના ૧૦૦૮ મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને વર્ષ ૨૦૧૩ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી અને માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા જેનો વર્ક ઓર્ડરમાં પણ ઉલેખ કરવામાં આવ્યો હતો. 

Train માં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન, આ વ્યક્તિએ અનેક ટ્રેનના Toilet માં લગાવ્યા છે Spy Camera


જો કે, આ ૧૦૦૮ પૈકીના માત્ર ૪૦૦ કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નંબર ૧૧૧૬માં બનાવવામાં આવ્યા હતા જેનો અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો અને મોરબીના બાયપાસ ઉપર સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે તે ૬૦૮ ક્વાર્ટરનો આજે ડ્રો કરવામાં આવે છે


મોરબીમાં શહેરના શનાળા રોડ બાયપાસ પાસે સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે જેનો ડ્રો કરીને શહેરના પછાત વિસ્તારોમાં રહેતા અને ઘર વિહોણા ગરીબ પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકર થાય તેના માટે આજે ડ્રો કરીને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો આપી દેવામાં આવેલ છે. જો કે, લાભાર્થીની બદલે બીજા કોઈ તેના કવાર્ટરમાં રહેતા હશે તો તાત્કાલિક અસરથી મકાન પરત લઈ લેવામાં આવશે તેવું પાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ કહ્યું છે. 

જનતા કર્ફ્યુને આજે એક વર્ષ થયું પૂર્ણ, કોરોના બીજી લહેર શરૂ, જાણો શું છે સ્થિતિ


પાલિકામાંથી મળતી માહિતી મુજબ ૧૦૦૮ કવાર્ટર બનાવવા માટે ૩૦.૬૧ કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જો કે, ૧૧.૫૦ ટકા કરતા વધારે ઉચું ટેન્ડર પાસ થયું હોવાથી આ કવાર્ટર ૩૩ કરોડથી વધુના ખર્ચે આ કવાર્ટર બનાવવામાં આવેલ છે. જો કે, એક વર્ષમાં જે મકાન બનાવી દેવાના હતા તે છ વર્ષ પછી બનાવીને આપવામાં આવેલ છે ત્યારે ગરીબ પરિવારો કે જેને ડ્રોમાં મકાન લાગેલ છે. તે ઘણી આશા અને આરમાનો સાથે તેના મકાનમાં રહેવા માટે જવાના છે તે હકકિત છે.

Cyber Expert ની ચેતવણી: રસી લીધા બાદ આ કામ કર્યું તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન


રાજ્યના મુખ્યમંત્રી કહે છે કે તેમની સરકાર સંવેદન સીલ છે ત્યારે હાલમાં જે મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર લાભાર્થીને આપવામાં આવેલા છે ત્યાં રહેવા માટે જનારા તમામ લાભાર્થીઓને પાલિકા તરફથી તમામ પ્રાથમિક સુવિધાઓ સારી રીતે આપવામાં આવે તે જરૂરી છે કેમ કે, અગાઉ જે મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરનો ડ્રો કરવામાં આવ્યો હતો ત્યાં લોકોને સારી સુવિધા આપવામાં આવી રહી નથી જેથી ત્યાં રહેતા લોકો અવાર નવાર પાલિકા રજૂઆત કરવા માટે આવે છે અને તેની રજૂઆતને કોઈ સાંભળતું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube