યુવકે યુવતીની પોસ્ટ પર કોમેન્ટ કરી, તુને સની લીયોની કો ભી પીછે છોડ દીયા અપની ન્યૂડ તસવીરો મે...!!!
શહેરના બીલ અટલાદરા રોડ વિસ્તારમાં રહેતી ક્રિશ્ચિયન યુવતીના આઈડી હેક કરીને બિભત્સ પોસ્ટ મુકનાર મુંબઈના આરોપી વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: આજકાલ મહિલાઓ, યુવતીઓ અને બાળકી પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ બનતી જઈ રહી છે, ત્યારે વડોદરામાં મુંબઈનો આરોપી સાયબર ક્રાઈમની રડારમાં આવ્યો છે. શહેરના બીલ અટલાદરા રોડ વિસ્તારમાં રહેતી ક્રિશ્ચિયન યુવતીના આઈડી હેક કરીને બિભત્સ પોસ્ટ મુકનાર મુંબઈના આરોપી વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીએ યુવતી માટે સની લીયોની કો ભી પીછે છોડ દીયા અપની ન્યૂડ તસવીરો મેં... જેવી કોમેન્ટ પણ લખી હતી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે શહેરમાં રહેતી 22 વર્ષીય યુવતી મૂળ મુંબઈની છે. પરંતુ હાલમાં બીલ અટલાદરા રોડ વિસ્તારમાં રહે છે. ગત જુલાઈ 2021માં યુવતીના ભાઈએ જાણ કરી હતી કે, સોશિયલ મીડિયા પર તારા અને મારા માટે બિભત્સ કોમેન્ટસ અને તારા ફોટોગ્રાફ્સ મુકીને બેઆબરૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
ભોગ બનનારે સોશિયલ મીડિયામાં પોસ્ટ ચેક કરતાં આ પોસ્ટ આરોપી કેરોલીન બેની વાયગર (રહે.મુંબઈ)એ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, સની લીયોની કો ભી પીછે છોડ દીયા અપની ન્યૂડ તસવીરો મેં, આ ઉપરાંત આરોપીએ ભોગ બનનારના ભાઈ સામે પણ અશોભનીય કોમન્ટસ કરી હતી.
ભોગ બનનાર યુવતી આરોપીને ઓળખતી આ પોસ્ટ ડિલીટ કરવા માટે ફોનથી જાણ કરી હતી. આમ છતાં આરોપીએ પોસ્ટ ડિલીટ કરી નહોતી. સાઈબર ક્રાઈમ સેલે આરોપી સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube