મૌલિક ધામેચા/અમદાવાદ: બનાવટી વિઝા(Fake Visa)ના આધારે સંખ્યાબંધ લોકોને અમેરિકા(America) મોકલી આપતા એક એજન્ટને સીઆઇડી ક્રાઇમ(CID Crime) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી નૌશાદ મુસા સુલતાન છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ(Passport)ના પેજ બદલી બનાવટી વિઝાના આધારે ખોટા સિક્કાઓ લગાવી આપી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો. જોકે આ અંગે સીઆઇડી ક્રાઇમની ટીમને ગાંધીનગરમાંથી મળેલી એક ફરિયાદના આધારે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરના એક મહિલાએ જૂન 2019માં અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ ખાતે અમેરિકન કોન્સ્યુલેટમાં ગયા હતા. તે દરમ્યાન ઇન્ટરવ્યુના સમયે કોન્સ્યુલેટને અધિકારીઓએ પાસપોર્ટ પર લાગેલા યુ.કે.ના વિઝા અને અન્ય સિક્કાઓ જોતા બનાવટી હોવાનું લાગ્યું હતું. જે અંગેની ફરિયાદ સીઆઈડી ક્રાઈમને કરાતા તપાસના અંતે નૌશાદ મુસા સુલતાનની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.


દ્વારકા: જિલ્લામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઇ


એજન્ટ નવસાદ મુસા સુલતાન મુંબઈના દહિસર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે. અને છેલ્લા ઘણા સમયથી અમેરિકાના વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવતો હતો. એક ગ્રાહકને અમેરિકાના વિઝા બનાવી આપવા માટે નૌશાદ 45 લાખ રૂપિયાની માગણી કરતો હતો.


વિધાનસભા પેટાચૂંટણી : ભાજપમાં ઉમેદવારોના નામોનું કોકડુ હજુ ગૂંચવાયેલું, પણ શક્તિ પ્રદર્શન માટે કયા નેતા જશે તેમનું લિસ્ટ બન્યું


બીજી તરફ સીઆઇડીની ટીમ ઘરે સર્ચ કરતા 102 જેટલા ભારતીય પાસપોર્ટ, 10 જેટલી જુદી-જુદી બેન્કોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ઇમિગ્રેશનના સ્ટેમ્પ સાથે વિઝાના કબજે કર્યા છે. હાલમાં સીઆઇડી આરોપીના નવ દિવસના રિમાન્ડ મેળવીએ બાબતે પૂછપરછ શરૂ કરી છે કે, તેની સાથે અન્ય કેટલા આરોપીઓ વિઝા કૌભાંડમાં સંડોવાયેલા છે.


 જુઓ LIVE TV :