ગાંધીનગર સીરિયલ કિલર કેસમાં પિક્ચરમાં આવી મુંબઈ પોલીસ
ગાંધીનગર પોલીસ જે સીરિયલ કિલરની શોધી રહી છે, તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ પણ પિક્ચરમાં આવી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કેસનુ પગેરુ શોધવા માટે મુંબઈ પોલીસ ગાંધીનગર પહોંચી છે.
ગાંધીનગર :ગાંધીનગર પોલીસ જે સીરિયલ કિલરની શોધી રહી છે, તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ પણ પિક્ચરમાં આવી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કેસનુ પગેરુ શોધવા માટે મુંબઈ પોલીસ ગાંધીનગર પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા થઈ છે. જેનો શંકાસ્પદ હત્યારો સીસીટીવીમાં કેદા થયો છે. જોકે, આ હત્યારાનો ચહેરો ગાંધીનગરના સીરિયલ કિલરને મળતો આવે છે. તેથી મુંબઈ પોલીસ હત્યાનું પગેરુ શોધતી ગાંધીનગર પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ઉપરાઉપરી ત્રણ હત્યાઓ થઈ હતી. આ તમામ હત્યાઓ એક જ પ્રકારે કરવામાં આવી હતી. જેને પગલે ગાંધીનગરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાંધીનગર પોલીસે આ કેસમાં તપાસ કરતા એક વ્યક્તિની શંકાસ્પદ હરકત સામે આવી હતી. પોલીસને અડાલજના એક પાર્લરના સીસીટીવી ફૂટેજમાં આ સીરિયલ કિલર દેખાયો હતો. ચાર મહિના વીતી ગયા હોવા છતા આ ઘટના પરથી પડદો ઊંચકાયો નથી, અને ગાંધીનગર પોલીસ હજી પણ આરોપીની પકડથી દૂર છે.