હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમાવવા જતા 80 લાખ ખોયા
Crime News : મુંબઈની પૂજાએ ફૂલ ગુલાબી સપના બતાવી મહેસાણાના કુકરવાડાના જીગર પટેલ સાથે 80 લાખની છેતરપીંડી કરી... 4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈમાં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળની ગિફ્ટની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી મુંબઈની એક ઠગ યુવતીએ મહેસાણા યુવકને છેતર્યો
Mehsana News તેજસ દવે/મહેસાણા : 4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈ માં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળ ની ગિફ્ટ ની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી મુંબઈ ની એક ઠગ યુવતી એ મહેસાણા યુવકને એવો તે છેતર્યો કે, યુવક સાથે રૂપિયા 80 લાખ છેતરપિંડી થઈ ગઈ... શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે 4500 કરોડ કમાવવા જતા 80 લાખ ખોયા ? જુઓ આ અહેવાલમાં ...
- 4500 કરોડ કમાવવાની લાલચ
- મુંબઈ માં મકાન લઈ રહેવાની લાલચ
- એક કરોડની ઘડિયાળની ગિફ્ટની લાલચ
- યુવક સાથે 80 લાખ છેતરપિંડી
સોશિયલ મીડિયા પર જો કોઈ આપને કોઈ યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો જરા ચેતી જજો... જો સોશિયલ મીડિયા પર પરીચયમાં આવેલા કોઈ મિત્ર આપને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો.મુંબઈની પૂજા નામની એક અજાણી યુવતીએ મહેસાણાના કુકરવાડાના જીગર પટેલ નામના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશિપ કરી હતી. જીગરને વોટ્સએપ કોલ કરી યુવતીએ મિત્રતા ગાઢ બનાવી હતી અને તેને વિશ્વાસમાં લઈને એક એપના માધ્યમથી રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જીગરને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો.અને છેલ્લે ખબર પડી કે, આતો ઇન્વેસ્ટ નહિ પૂજા પૈસા લઈ ગઈ . અને ઇન્વેસ્ટ નહિ પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા એક બે નહિ પણ 40 - 40 બેંક એકાઉન્ટ વાળી પૂજા સામે ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ છે.
- મુંબઈની પૂજા નામની એક અજાણી યુવતી
- સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશિપ કરી
- રૂપિયા 80 લાખની ઠગાઈ
શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું અને બાદમાં રૂપિયા 80 લાખની ઠગાઈ કરી નાખી. મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની પૂજા નામની યુવતીએ જીગર પટેલ નામના કુકરવાડાના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા અને 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લોભામણી લાલચ આપી હતી અને કહ્યું હતું કે, 4500 કરોડ આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું...
- 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું
- 80 લાખની ઠગાઈ
- યુવકને લગ્નના સપના બતાવ્યા
- 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે
- મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું
- લોભામણી લાલચ આપી
પોલીસ ફરિયાદમાં યુવકના જણાવ્યા અનુસાર યુવતીએ કહ્યું હતું કે, ''હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું, કહી ફોટો પણ બતાવ્યો હતો. હંમેશા વૉટસ્એપ થી વાત કરતી પૂજાએ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું.
- 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું
- વૉટસ્એપથી વાત કરતી પૂજા
- એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું
- 80 લાખથી વધુ ખંખેરી લીધા
છેલ્લા લેવલમાં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશેની લાલચ આપી હતી. પૂજાએ રૂ. 80.33 લાખ સેમકો નામની એપથી અલગ-અલગ એકાઉન્ટમાં નખાવ્યા હતા અને છેલ્લે ખબર પડી કે, આતો ઇન્વેસ્ટ નહીં પૂજા પૈસા લઈ ગઈ. આ ઈન્વેસ્ટ નહિં પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ હોવાનું અને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા પૂજા સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.યુવકને લોભામણી લાલચ આપનારી મુંબઈની પૂજા એક-બે નહીં પરંતુ 40 - 40 બેંક એકાઉન્ટ ધરાવે છે....ત્યારે લોકોને રોજબરોજ આ પ્રકારની ખબરો આવે છે છતા આ રીતે છેતરાય છે એમાં સૌથી પહેલો તો જવાબદાર એ જ છે એ હિકકત છે..કોઈ એવી સ્કિમ નથી જે લાખના 2 લાખ કરીને આપી ..પોતાના પૈસાને સાચવો નહીં તો આવી લાલચમાં રસ્તા પર આવી જશો