Gujarat Bharuch Minor Girl Rape Case : ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલામાં 8 દિવસથી જીવન મરણ વચ્ચે જંગ લડતી પીડિતાએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતની નિર્ભયા આખરે જિંદગીનો જંગ હારી ગઈ છે. બાળકીના મૃતદેહનું ડોક્ટરની ટીમ દ્વારા મોડી રાત્રે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહ લઈ 108 મારફતે ઝારખંડ જવા રવાના થયો હતો. તો દીકરીના નિધન બાદ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે દુખ વ્યક્ત કર્યું હતું. ઘટના બાદ સરકારના મૌન પર મુમતાઝ પટેલે સવાલ ઉઠાવ્યા છે. તેમજ તાત્કાલિક આરોપીને સજા મળે તેવી માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની નિર્ભયાનું આઠ દિવસની લડત બાદ મૃત્યુ નિપજતા મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુમતાઝ પટેલે જણાવ્યું કે, આ ધૃણાસ્પદ ઘટના મામલે ગુજરાત સરકારનું મૌન રહસ્યને ઘેરું બનાવી રહ્યું છે. પીડિત પરિવાર સતત સુરક્ષા અને સારવાર લઇ ચિંતિત હતું. તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા સાથે પીડિતને ન્યાય મળે એ જરૂરી છે. 



તો આ મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા. કોંગ્રેસ વતી અને અંગત રીતે બાળકીને લઈ દુઃખ વ્યક્ત કરું છું. સુરતમાં જાહેર સભામાં મેસેજ મળતા બે મિનિટનું મૌન અમે પાળ્યું હતું. જાહેર સભામાં કાર્યક્રમમાં ફૂલ હાર સન્માન બંધ રાખ્યુ હતું. જે રક્ષક કામ ન કરે તેવું કૃત્ય બાળકી સાથે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એક વર્ષમાં 169 જેટલી દીકરીઓ પર દુષ્કર્મની ઘટના બને છે. આ બાબતે ચિંતન કરવું જરૂરી છે. આ બાબતે મારે કોઈ રાજકારણ કરવું નથી. દીકરીઓની સલામતીનો વિષય ખૂબ જ ચિંતાનો છે. સલામતી આપવી સલામતી જાળવી તે સરકારનો વિષય છે. 


ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ, તારીખ નોંધી લો


દુષ્કર્મના આઠમાં દિવસે બાળકીનું મોત
મૂળ ઝારખંડનો પરિવાર ભરૂચના ઝઘડિયામાં રહેતો હતો અને ત્યાં કામકાજ કરતો હતો. આ પરિવારની એક 10 વર્ષીય દીકરી પર 16 ડિસેમ્બરે નજીકમાં જ રહેતા અને ઝારખંડના વિજય પાસવાને આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એટલી વિક્રુત માનસિકતા હતી કે તેણે બાળકીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ કેસમાં પોલીસને આરોપીના ઘરેથી તે સળિયો પણ મળી આવ્યો છે. સળિયાને કારણે બાળકીના ગુપ્તાંગ, યુટ્રસ, સ્ટૂલ એરિયા, મોટા આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ હતી.


પહેલા ભરૂચ અને ત્યારબાદ વડોદરામાં સારવાર
બળાત્કાર પીડિતા બાળકીને સારવાર માટે પહેલા ભરૂચ ખસેડવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વડોદરામાં બાળકીની ડોક્ટરો દ્વારા સતત સારવાર કરવામાં આવી રહી હતી. બે વખત બાળકી પર સર્જરી પણ કરવામાં આવી હતી. 10 ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા માટે સતત ખડેપગે હતી. પરંતુ આજે આઠ દિવસ બાદ આ બાળકી જીવન સામે જંગ હારી ગઈ છે.


ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ
પ્રાપ્ત વિગત અનુસાર બાળકીને છેલ્લા બે દિવસની અંદર ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું.. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બાળકી બાળરોગ વિભાગમાં દાખલ હતી જ્યાં તેની બે વખત સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ આ બાળકી ભાનમાં આવી નહોતી.


ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ