અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું, મુમતાઝ-ફૈઝલ હવે શું કરશે?
AAP-Congress Alliance : ભરૂચ લોકસભા બેઠક અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખટરાગ.... અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ ઉમેદવારી માટે ઠોક્યો દાવો.... તો આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જાહેર કર્યા છે ઉમેદવાર..
Bharuch Loksabha Election : આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને આખરે લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે. થોડી ક્ષણો પહેલા AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાતથી કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું છે. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું લોકસભાનું સપનું તૂટ્યુ છે. કોંગ્રેસે અહેમદ પટેલની આ બેઠક આમ આદમી પાર્ટીને સોંપી છે. આ જાહેરાત થતા જ મુમતાઝ અને ફૈસલે પોતાના ફોન સ્વિચ ઓફ કર્યા છે. મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ કંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે હવે સવાલ એ છે કે, શું ફૈઝલ અને મુમતાઝ AAP ને સમર્થન કરશે?
આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભરૂચ અને ભાવનગર બેઠક પર AAPના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. ભરૂચથી ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભા લડશે. તો ભાવનગરથી ધારાસભ્ય ઉમેશ મકવાણા AAPના લોકસભા ઉમેદવાર રહેશે. આ બંને બેઠકો પર ગઠબંધન બાદ કોંગ્રેસના કોઈ ઉમેદવાર નહિ હોય. બીજી તરફ, સ્વ.અહેમદ પટેલના સંતાનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પાર્ટી પાસેથી આશા રાખીને બેસ્યા હતા કે તેમને ટિકિટ મળે. પરંતું હવે તે આશા ઠગારી નીવડી છે.
26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે, કાચું કપાયું તો બેઠક ગઈ સમજો
કોણ છે ઉમેશ મકવાણા?
- બોટાદ બેઠક પરથી AAPના ધારાસભ્ય..
- ઘનશ્યામ વિરાણી અને મનહર પટેલને હરાવ્યા..
- 2779 મતથી બોટાદ બેઠક જીતી લીધી..
- કોળી સમુદાયનો જાણીતો ચહેરો..
- સામાજિક કાર્યકર્તા અને પરોપકારી છે..
- બીએ સુધીનો કર્યો છે અભ્યાસ..
- પ્રાથમિક અને માધ્યમિક શાળા ચલાવે છે...
ઈસુદાનની પ્રતિક્રીયા
ગઠબંધનની જાહેરાત પર આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચર્ચા ચાલતી હતી. ભાજપની વધતી તાનાશાહી સામે લોકશાહી બચાવવી જરૂરી છે. પાર્ટી અને વ્યક્તિથી ઉપર ઊઠી દેશ બચાવવો જરૂરી છે. આનાથી ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ઇન્ડિયા ગઠબંધનમાં ન રહેવા માટે નેતાઓને ધમકી અપાઈ રહી છે. આપે ગુજરાતમાં આઠ બેઠક માંગી હતી. દાહોદ, બારડોલી, જામનગર, છોટાઉદેપુરમાં આપના મૂળિયા મજબૂત છે. દેશને બચાવવા માટે લાગણીઓને બાજુમાં રાખી અમે કાર્યકરોને સમજાવ્યા. ૨૬ બેઠકમાં માંથી ૧/૩ મળવા પાત્ર હોવા છતાં બે બેઠક માટે સહમતી કરાઈ છે. બે બેઠક પર આપ ચુંટણી લડશે. તો કોંગ્રેસ ૨૪ બેઠકો પર ચૂંટણી લડશે. 24 બેઠકો પર આપનું યુનિટ કોંગ્રેસને મદદ કરશે. આ જાહેરાતથી ઈન્ડિયા ગઠબંધન તુટી શે તે ભ્રામક વાત પુરવાર થઈ છે.
ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે આ રાક્ષસી છોડ, ગાંધીનગરના કિસ્સાથી ચેતી જજો