વલસાડ: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે અનંત પટેલની મુલાકત લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનંત પટેલ ઉપર થયેલા હુમલાને મુમતાઝ પટેલે હુમલાને દુઃખદ ગણાવ્યો હતો. કારણ એક MLA પર હુમલો થાય તો આમ જનતાનું શું..? જ્યારે એમને મળ્યા બાદ એમનો સ્ફુર્તિ જોઈ લાગ્યું કે અનંત પટેલ લડાયક મૂડમાં છે. સાથે જ 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય, સાથે જ અનંત પટેલની સુરક્ષા અંર જનતાની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. 


જ્યારે અમિત શાહ કાલે વાંસદા આવી રહ્યા છે, તો અનંત પટેલને મળીને ખબર પૂછતાં જાય એવી આશા પણ વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પછી તેમને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.


જુઓ આ પણ વીડિયો:-