જાવેદ સૈયદ, અમદાવાદ: સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે અમદાવાદમાં ટેરેસ અને બેઝમેન્ટમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને શેડ તોડી પાડવાની ઝૂંબેશ મ્યુનિસિપલ દ્વારા શરૂ કરાઇ છે. આજે વહેલી સવારથી જ સી.જી.રોડ, એસ.જી. હાઇવે, થલતેજ, મણિનગર સહિતના વિસ્તારોમાં કુલ 23 સ્કૂલો અને ક્લાસીસો, 9 હોસ્પિટલના અને 4 હાટલના ગેરકાયદે શેડ તેમજ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. સી.જી.રોડ પર આવેલી ચંદ્ર સોસાયટી પાસે આવેલા કોમ્પલેક્ષના ટેરેસ પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરત મનપાનો ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો


સુરતમાં બનેલી હિચકારી ઘટના બાદ અમદાવાદ શહેરમાં પણ ગેરકાયદેસર બાંધવામાં આવેલા બેઝમેન્ટ અને ટેરેસ પર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હથોડા વાગ્યા હતા અને ગેર કાયદેસર બનાવવામાં આવેલા શેડ પર કોર્પોરેશનની જુદી જુદી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સી.જી રોડ ચંદ્ર સોસાયટી પાસે આવેલા કોમ્પલેક્ષના ધાબે બનાવવામાં આવેલ યશ પીજીના કિચન અને તેમાં બનાવવામાં આવેલા શેડને તોડી પાડવામાં આવ્યું હતું.


વધુમાં વાંચો: જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત


હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચારેય ઝોનમાં 3000થી વધુ લોકોને ગેર કાયદેસર બાંધકામ કરનારાઓને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ શહેરના અખબાર નગર, નવરંગપુરા, સી.જી રોડ, અમરાઇવાડી સહીત વિસ્તારોમાં નોટિસો આપવામાં આવી છે. જો આ તમામ લોકો નક્કી કરેલા સમયમાં ગેરકાયદેસર બાંધકામ ખસેડી નહીં લે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાંધકામોને તોડી પાડવામાં આવશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...