અર્પણ કાયદાવાલા/અમદાવાદ:  મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનું (AMTS) પણ વર્ષ 2020-21નું રૂ. 498 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં શહેરીજનો માટે નવી 100 મીની નોન એસી સીએનજી બસો વસાવવાની વાત કરવામાં આવી છે. સાથે જ લાલ દરવાજા સ્થીત એએમટીએસ ટર્મિનસને હેરીટેજ થીમ ઉપર ડેવલપ કરવાનુ બજેટમાં ઠરાવવામાં આવ્યુ છે. નોંધનીય છેકે એએમટીએસની ખોટ 350 કરોડ સુધી પહોંચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત MJ Library નું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું


જમાલપુર સ્થીત ટ્રાન્સપોર્ટ હાઉસ ખાતે મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજરે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ. જેમાં કોઇ ખાસ નવી વાત કરવામાં આવી નથી. AMTSના મેનેજર દ્વારા AMTSનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષના બજેટ કરતા રૂ. 10 કરોડનો વધારો કરી રૂ. 498. 20 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેમજ નવી 100 બસોનો ઉમેરો કરવામાં આવશે.


નાગરિકતા સંશોધન કાયદો બિન બંધારણીય, હિંમત હોય તે JNUના વિદ્યાર્થી સામે કરે કાર્યવાહી


AMTS દ્વારા 100 CNG બસો દોડવાવામાં આવશે. AMTSની 100 જ્યારે 700 બસો કોન્ટ્રાકટની દોડી રહી છે. વર્ષ 2019માં 114 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છેકે બીઆરટીએસ અને એએમટીએસના કેટલાય રૂટ સમાંતર ચાલી રહ્યા હોવાથી તેનો અભ્યાસ કરાઇ રહ્યો છે. જેના આધારે કેટલાક રૂટમાં ફેરફાર પણ કરવામાં આવશે. તો એએમટીએસની ખોટ 350 કરોડ સુધી પહોંચી ગઇ હોવાનું પણ અધિકારીએ સ્વીકાર્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube