ધંધુકામાં બંધનું એલાન, માફીથી સંતોષ ન થતા ધરબી દીધી હતી ગોળી
25મી જાન્યુઆરી ના ધંધુકામાં દિન દહાડે કિશન ભરવાડ ની ગોળી મારી ને હત્યા કરી નાખવામાં આવી ત્યારે કિશન ભરવાડ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની અટકાયત કરી લીધી છે.. હત્યાનો આ મામલો ગંભીર બની જતાં પોલીસે સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ઉદય રંજન, અમદાવાદ: 25મી જાન્યુઆરી ના ધંધુકામાં દિન દહાડે કિશન ભરવાડ ની ગોળી મારી ને હત્યા કરી નાખવામાં આવી ત્યારે કિશન ભરવાડ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની અટકાયત કરી લીધી છે.. હત્યાનો આ મામલો ગંભીર બની જતાં પોલીસે સમગ્ર પંથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કારણ કે હત્યા પછી જે વિરોધ થયો તેને કાબુમાં લેવા પોલીસ માટે મુશ્કેલ બની ગયું હતું. આ હત્યાના વિરોધમાં આજે ધંધુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ધંધુકાની ગલી ગલીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. યુવક કિશન ભરવાડની હત્યાનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ વિરોધના કારણે સ્થાનિકોએ બંધનું એલાન કર્યું છે.
આ સમગ્ર ઘટના પર એક નજર કરીએ
ધંધુકામાં એક યુવક કિશન ભરવાડ ની25મી જાન્યુઆરી ના ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો મોટા પાયે વિરોધ થયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીડિત પરિવારે ન્યાયની માગ કરી હતી. મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર પણ કરી દીધો હતો. જોકે પોલીસ અને સમાજના લોકો સાથે બેઠકમાં મામલો થાળે પડ્યો હતો.
આ ઘટના પછી મૃતક કિશન ભરવાડ ની અંતિમયાત્રા યોજાઈ અને તેમા પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં પણ પોલીસ ના બંદોબસ્ત સાથે નીકળેલી અંતિમ યાત્રામાં ઝાંઝરકાના મહંત અને પૂર્વ સાંસદ શંભુ નાથ જી ટુંડિયા, મહંત રામબાપુ, ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ સહિતના આગેવાનો જોડાયા હતા. કિશન ભરવાડની હત્યાથી લોકોમાં ખુબ રોષ જોવા મળ્યો લોકો એ બજારમાં પણ તોડફોડ કરવાની પણ શરૂ કરી દીધી. જેના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ સમગ્ર ઘટનાને જોતા સ્થાનિક લોકોએ એક દિવસ માટે ધંધુકામાં બંધનું એલાન કર્યું હતું.જેના પછી મોટી સંખ્યામાં પોલીસ નો કાફલો ધંધુકા પહોંચ્યો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.આ ઘટનામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.જેમાં સ્થાનિક બાતમી તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલિસે હાલ 2 આરોપીઓની અટકાયત કરી છે.
મહત્વનું છે કે પોલીસને શકે છે કે કિશન ભરવાડની હત્યા અગાઉ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ હોઈ શકે છે.લગભગ એક મહિના પહેલા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર ચોક્કસ સમાજના લોકો માટે વિવાદિત પોસ્ટ કરી હતી..આ પોસ્ટ પછી પોલીસે કિશનની ધરપકડ પણ કરી હતી. અને ધરપકડ પછી અન્ય સમાજના લોકો સાથે સમાધાન પણ થયું હતું. જોકે આ ઘટનાના થોડા ક દિવસમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યાથી સમાજના લોકો ખુબ રોષે ભરાયા છે અને આક્ષેપ પણ કરી રહ્યા છે.
હત્યાની આ ઘટના પછી ધંધુકા PI સી.બી. ચૌહાણને લીવ રિઝર્વ માં મુકાયા છે અને સાણંદ PI આર.જી. ખાંટ ને ધંધુકા મુકવામાં આવ્યા છે . તો સાણંદનો ચાર્જ PSIને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં ધંધુકા P Iની બેદરકારી સામે આવતા બદલી કરવામાં આવી છે. ધંધુકામાં બંધના એલાન પછી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ધંધુકામાં હાલ તો કાયદો અને વ્યવસ્થા કાબુમાં છે પરંતુ મૃતક કિશન ભરવાડની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. તે સવાલ તો હાલ ઉભો જ છે.પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને આગળની પુછપરછ હાથ ધરી છે.ત્યારે આ હત્યા ના મુખ્ય કારણ માં શું આવે છે એ જોવું રહ્યું .
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube