પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં એક જ પરિવારમાં ચાલી રહેલ પારિવારિક ઝઘડાનો અંત છેવટે હત્યા સુધી પહોંચવા પામ્યો છે અને મામા અને તેમના ત્રણ દીકરાઓએ મળી સગા ભાણાનું તીક્ષણ હથિયાર વડે ઢીમ ઢળી દીધું હતું અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યારે ભર બજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી સઘળી વિગતો મેળવીને લાશનું પંચનામું કરી મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. બાદમાં મૃતક વ્યક્તિના માતાની ફરિયાદને આધારે પોલીસે આરોપીને શોધી પાડવા ચક્રો ગતિ માન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં પ્રકાશ પટ્ટણી જેઓ તેમની રીક્ષા લઇ ઉભા હોઈ તે દરમ્યાન તેના મામા રમેશ ભાઈ અને તેમના ત્રણ દીકરા વિશાલ પટણી, રોહિત પટણી, રાજેશ પટણીએ અગાઉની જૂની અદાવત રાખી છરી અને ધારિયા વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ભરબજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળી જવા પામ્યા હતા. ત્યારે આ મામલે પાટણ શહેર એ ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

“ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ”: સરકાર ઉકેલશે તમારા કૌટુંબિક વિવાદો, લાગૂ કરી નવી યોજના


પોલીસે હત્યા અંગેની તમામ વિગતો પ્રાપ્ત કરી મૃતકની લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. મૃતકની માતા સવીતા બેનની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 


હત્યા અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ઘટના સ્થળે આસપાસ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી અંગે તપાસ કરતા એક સીસી ટીવી ફૂટેજમાં હત્યા અંગેના ફૂટેજ મળવા પામ્યા હતા. તે ફૂટેજ પોલીસે કબ્જે કરી આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધ ખોળ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં મધરાત્રે ટ્રાવેલર્સ પર અજાણ્યા લોકોએ કર્યું ફાયરિંગ


સમગ્ર હત્યાની ઘટના પારિવારિક ઝઘડામાં બનવા પામી છે. જેમાં સગા મામા અને તેમના ત્રણ સંતાનોએ તીક્ષણ હથિયાર વડે ભર બજારમાં પોતાના ભાણેજનું ઢીમ ઢળી દીધું હતું. ઘટનામાં બહેને સગા ભાઈ અને ત્રણ ભત્રીજા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે કળયુગમાં પારિવારિક સબંધોમાં ઘર કંકાસ થતા હત્યા સુધી મામલો પહોંચવા પામ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube