હેમલ ભટ્ટ/મોરબી :તાલાલા ગીરના જેપુર ગામે આડા સંબંધની આશંકાએ એક યુવકની નિર્મમ હત્યા કરાઈ છે. હત્યામાં નિમિત્ત બન્યો મોબાઈલ. પત્ની અને પ્રેમીનો ભાંડો ફુટતાં મામા-ફોઈના ભાઈઓ એકબીજાના મોતના દુશ્મનો બન્યા હતા. જેમાં ખૂની ખેલ ખેલાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલાલા નજીકના જેપુર ગામે રહેતા હસમુખ કામળીયાના લગ્નજીવનને 13 વર્ષ થયા હતા. જેમાં સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. હસમુખ કામળીયા બાંધકામની ઓફિસમાં કામ કરતો હતો. હસતો ખેલતો કામળીયા પરિવાર એક મોબાઈલના કારણે વિખરાઈ ગયો છે.


આ પણ વાંચો : વિકાસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા, સરકારને જગાવવા હવે આદિવાસીઓને વીડિયો બનાવી વાયરલ કરવા પડ્યા


હસમુખ કામળીયાને પોતાના દૂરના મામાનો દીકરા અતુલ કેશવાલા સાથે આ બાબતે બોલાચાલી અને મનદુખ પણ હતું કે, અતુલને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોય તેવી આશંકા હતી. ત્યારે હસમુખે પોતાની પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડ સોફ્ટવેર રાખ્યું હતું. જેનાથી પત્ની અજાણ હતી. ત્યારે હસમુખે થોડા દિવસોના કોલ રકોર્ડ જોતા અતુલ સાથે પોતાની પત્નીની વાતો સાંભળી અને ગુસ્સે ભરાયો હતો. તેણે અતુલને રહેંસી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. અતુલ સાંજે 7 વાગ્યે પોતાના ગામ જેપુર જવા નીકળ્યો હતો, ત્યારે ગલિયાવડ નજીક હીરણ નદીના કિનારા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી લઈને તૂટી પડ્યો હતો. અંદિજિત 17 થી 18 છરીના ઘા મારી અતુલને યમધામ પહોંચાડી હસમુખ પોતાના ગામ જતો રહ્યો હતો.


આ પણ વાંચો : રાજકોટ : એકબીજા વગર જીવી ન શક્તી બે બહેનપણીઓ કરી આત્મહત્યા, પોલીસ પણ વિચારમાં પડી 
 
મોડી સાંજે 7 વાગ્યાની આ ઘટનાની પોલીસને જાણ થતાં તાલાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ હત્યા મામલે અતુલના પરિવારજનોને હસમુખ પર શંકાની સોઈ હતી. હસમુખને પોલીસે કલાકોની ગણતરીમાં ઝડપી લીધો હતો. આકરી પૂછપરછ કરતાં હસમુખ પોપટની જેમ પોતાનો ગુનો કબૂલી ગયો હતો. આમ એક આડા સંબંધ અને મોબાઈલ રેકોર્ડીગે હસમુખને જેલમાં ધકેલ્યો હતો.