Rajkot News નરેશ ભાલિયા/જસદણ : કહેવાય છે કે જર જોરુ અને જમીન એ ત્રણે કજિયાના છોરું. ઇતિહાસના મોટા યુદ્ધો આ ત્રણ વસ્તુ પાછળ સર્જાય છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બની. જ્યાં જમીન બાબતની જમીન પાક ઉપજના ઝઘડામાં પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાંખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીનને લઈને થયો હતો વિવાદ
રાજકોટ જિલ્લાના જસદણના કનસેરા ગામની વાડી વિસ્તારમાંથી મહેશ બટુકભાઈ કુકડિયાં (ઉ. વ 24) ની હત્યા થયેલ હાલતમાં લાશ મળી આવી હતી. મહેશ કનસેરા ગામનો જ રહેવાસી છે અને અહી તેના પરિવાર સાથે રહીને હીરા ઘસવાના કામ સાથે ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહેશ પરણિત હતો. મહેશની હત્યાને લઈને ભાંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. મહેશની હત્યાને લઈને તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી. જેમાં એક પિતાએ જ તેના પુત્રને મોતને ઘાટ ઉતર્યાની સામે આવ્યું.


સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની પહેલી પોસ્ટ, તૂટેલા દિલના હાલ બયાં કર્યાં


પિતાએ કેમ કરી હત્યા 
જસદણના કનસેરા ગામમાં રહેતા મહેશ કુકડીયા તેમના ખેતરે પાકને પાણી પીવડાવવા માટે ખેતરે ગયો હતો. સવારે જ્યારે કોઈ સમાચાર ના મળતા અને મહેશનો ફોન ના ઊપડતાં પરિવાર ખેતરે રૂબરૂ તપાસ કરવા માટે ગયો હતો. જ્યાં ખેતરેના ખાટલે મહેશ સૂતો હોય તેવી હાલતમાં હતો. પરિવારે જયારે જોયું તો મહેશની લાશ જોવા મળી હતી. જેને લઈને પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મહેશની હત્યાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. જેમાં મહેશના પિતા બટુકભાઈ શંકાસ્પદ રીતે ગુમ હતા અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. જેને લઈને પોલીસને તેના પિતા ઉપર શંકા થઈ હતી અને તેના પિતાની શોધખોળ શરૂ કરી હતી. બટુકભાઈની શોધખોળને અંતે મહેશના પિતા બટુકભાઈને કનેસરા અને ભેટસુડા ગામની વચ્ચે આવેલ વીડીમાંથી પકડી પાડી અને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેના પિતાએ પુત્રની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે હત્યારા પિતા ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


મોટાભાઈએ હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો, સમાચાર જાણીને ૩૦ મિનિટમાં નાનાભાઈનું હૈયુ બેસ્યું


પિતા-પુત્ર વચ્ચે વારંવાર ઝગડા થતા 
કનસેરા ગામમાં મહેશ તેના પિતા બટુકભાઈ સાથે રહે છે, સાથે હીરા ઘસવા સાથે ખેતીવાડી કરે છે,,,જ્યારે મૃતક મહેશભાઇ અહી હીરા ઘસવાનું કામ કરી ને પરિવારનું ગુજરાન ચલાવી છે અને પોતે અપરણિત છે. પિતા બટુકભાઈ અને મૃતક પુત્ર મહેશ વચ્ચે અવારનવાર ઝગડા થતાં હતા.. બને પિતા - પુત્ર વચ્ચે ખેતીની ઊપજને લઈ ઝગડો થયો હતો. અને પિતા બટુકભાઈએ નસો કરેલ હાલતમાં મહેશના માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી. બંને પિતા પુત્ર વચ્ચે ખેતરમાં થયેલ પાક અને તે વેચાણની આવકને લઈને મોટા પાયે ઝગડો થયો હતો, જે હત્યામાં પરિણમ્યો હતો.


હાલ ભાંડલા પોલીસે હત્યારા પિતા બટુક કુકડિયાને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પિતા નશાની હાલતમાં ભાન ભૂલીને દીકરાને મોતને ઘાટ ઉતાર્યો અને પોતે જેલમાં પહોંચી ગયા. જ્યારે મહેશની માતાએ પતિ અને પુત્ર બંને ગુમાવ્યા જેવી સ્થિતિ બની છે.


DJ સાઉન્ડથી થતા અવાજ પ્રદૂષણ પર હાઈકોર્ટ બન્યું કડક, સરકારને આપ્યો આ નિર્દેશ