હત્યાનું રહસ્ય ખૂલ્યું: પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં બળાત્કાર ગુજારી કરી હત્યા
મહેસાણાના નંદાસણ નજીક ઇન્દ્રાડ ગામની સીમમાં દસેક દિવસ અગાઉ મળેલ એક મહિલાની લાશ મામલે હત્યા થયાનું ખુલતા હત્યા કરનાર આરોપની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરનાર શખ્સે પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધ બાંધી, હત્યા કરીને મૃતકના દાગીના પણ લુંટી લઈને વેચી માર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
તેજસ દવે/ મહેસાણા: મહેસાણાના નંદાસણ નજીક ઇન્દ્રાડ ગામની સીમમાં દસેક દિવસ અગાઉ મળેલ એક મહિલાની લાશ મામલે હત્યા થયાનું ખુલતા હત્યા કરનાર આરોપની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરનાર શખ્સે પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધ બાંધી, હત્યા કરીને મૃતકના દાગીના પણ લુંટી લઈને વેચી માર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
મહેસાણાના નંદાસણ નજીક ઇન્દ્રાડ ગામની સીમમાં ગત ૧૦ જુનના રોજ એક મહિલાની લાશ મળી હતી. જેની પોલીસે તપાસ કરતા તે લાશ ઇન્દ્રાડ ગામના વણકર રેખાબેન ઉર્ફે રીનાબેન મુકેશભાઈ શંકરલાલ નામની મહિલાની હોવાનું જાણવા મળ્યું હતું. જે સમગ્ર મામલે નંદાસણ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસમાં અ મહિલાની હત્યા પ્રેમ સંબંધમાં કરાઈ હોવાનું ખુલવા પામ્યું છે.
સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો, મહિલાની લાશ મળ્યા બાદ પોલીસે મૃતક મહિલાના ફોનની કોલ ડીટેઇલ ચકાસી હતી. દરમ્યાન ચાલાસણનો ઠાકોર પુંજાજી વિહાજી તેના વધુ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેની તપાસ કરતા પુંજાજીએ જ રેખાબેનની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે તપાસ તેજ કરતા ચાલાસણ નજીકથી પુંજાજી ઠાકોરને મહેસાણા એલ સી બી પોલીસે ઝડપી લીધો હતો.
તેની પુછપરછ કરતા પુંજાજી છેલ્લા દોઢ વર્ષથી રેખાબેનને પ્રેમ કરતો હતો. ત્યારે બે માસથી રેખાબેન ઇન્દ્રાડ રહેવા આવતા તેણીને અન્ય સાથે પ્રેમ સંબંધ થઇ ગયેલ અને પુંજાજી સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પડતા પુંજાજી ઉશ્કેરાઈ ગયા હતા. અને તેના ઘરે જઈને કડી ફરવા જવાના બહાને સાથે લઇ જઈને રસ્તામાં બાવળોની ઝાડીમાં લઇ જઈ શારીરિક સંબંધ બાંધીને રેખાબેનને સાડીથી અને તેના હાથના બંને અંગુઠાથી ગળું દબાવી હત્યા કરી દીધી હતી.
ત્યારબાદ રેખાબેને પહેરેલ સોના ચાંદીના દાગીના લઇ જઈને જોટાણાના કસલપુરમાં પટેલની દુકાને રૂ.૪૫૦૦માં વેચી દીધા હતા આમ, આ સમગ્ર મામલે પુંજાજી ઠાકોરની હત્યાના આરોપી તરીકે ધરપકડ કરીને નંદાસણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને પુંજાજી ઠાકોરને જેલ હવાલે કરી દીધો છે.