રાજકોટ :શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢિયા પુલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં GST વિભાગના કર્મચારીનું મોત નીપજ્યું છે. મામલા પર નજર કરીએ તો શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અને તેની પત્નીને પારિવારિક ઝગડો થયો હતો. જેમાં આર્મીમેન અજિલ તેના ભાઈ અર્શીલની પત્ની સાનિયાના મામાને ઘેર રેલનગર વિસ્તારમાં પહોંચી તોડફોડ કરી હતી. બાદમાં ત્યાંથી પરત ફરતા સમયે જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બબાલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કસુંબીનો રંગ ગાતા-ગાતા કે. રાજેશે ગુજરાત અને ગુજરાતીઓના તમામ પ્રકારના રસ નિચોવી લીધા, કરોડોનું કૌભાંડ


બન્ને પક્ષો સામ સામે  ઝગડો કરતા હતા, દરમ્યાન ત્યાંથી પસાર થતા વાહન ચાલક સુભાષ દાતીએ વચ્ચે પડી છોડાવવા પ્રયાસ કર્યો હતો. જેથી આર્મીમેને પોતાના પરવાના વાળુ વેપન રાયફલ ૩૧૫ માંથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ગોળી છાતીના ભાગે વાગતાં સુભાષ દાતીનું મોત નીપજ્યું હતું. સુભાષ દાતી GST કમિશનરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક દોડી જઈ ફાયરિંગ કરનાર આર્મીમેન અને તેના ભાઈ સહીત 3 ની અટકાયત કરી છે.


બોટાદમાં જમીન પર ચાલવા જેવા મુદ્દે પિત્રા પુત્રએ એક વ્યક્તિની હત્યા કરી નાખી


હાલ તો પોલીસ આ મામલે વધારે તપાસ હાથ ધરી છે. જેમાં અજીલ ખોખર, અર્ષિલ ખોખર અને તેના પિતા આરીફ ખોખરની કરી ધરપકડ કરી છે. અર્ષિલ અને તેના પત્ની સાનિયાને પારિવારિક ઝગડો થતાં બનાવ બન્યો હતો. તો સાથે જ જેમાંથી ફાયરિંગ થયું તે રાયફલ ૩૧૫ પણ કબ્જે કરવામાં આવી છે. આ ઘટનામાં એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આર્મીમેન ને તેની રાયફલ સાથે જોઈ શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube