જાવેદ સૈયદ/અમદાવાદઃ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અનેક બૂટલેગરો પણ સક્રિય છે. દારૂને લઈને અનેક વખત બબાલ પણ થતી હોય છે. ક્યારેક લઠ્ઠાકાંડમાં કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો ક્યારે દારૂને કારણે કોઈની હત્યા પણ થઈ જતી હોય છે. આવી જ ઘટના શહેરમાં બની છે. દારૂના પૈસા લઈને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં રહેતા 33 વર્ષીય કાંતિભાઈ કેશાજીની સપ્ટેમ્બરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેના મિત્ર યોગેશસિંહ પટેલે કરી હોવાનું સામે આવ્યું છે. યોગેશસિંહે મૃતક કાંતિભાઈ પાસે દારૂ પિવા માટે પૈસા માંગ્યા હતા. કાંતિભાઈએ પૈસાની ના પાડતા મૃતકે તેના માથામાં બોથડ પદાર્થ મારીને ઘાટકી હત્યા કરી હતી. 


કાંતિભાઇ  છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહીને મજૂરી કામ કરતા હતા. સપ્ટેમ્બર મહિનામાં તેઓ વટવા રેલવે સ્ટેશન પાસે દારૂ પી રહ્યા હતા ત્યારે તેમનો મિત્ર યોગેશસિંગ પટેલ ત્યાં આવ્યો હતો જેણે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. જેને લઇને યોગેશસિંગે દાઝ રાખીને કાંતિભાઇની હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસે ત્રણ ટીમો બનાવી હતી. કોઇ કડી ન મળતા મૃતકના ફોનની ડિટેઇલ મંગાવાવમાં આવી હતી. જેમાં વધુ વખત વાત કરનારા લોકોની યાદી બનાવી અને તેમાંથી શકમંદ 50 લોકોને બોલાવી પૂછપરછ કરી હતી. અંતે યોગેશસિંહની પોલીસે ધરપકડ કરી છે. આરોપી હત્યા કરીને દિલ્હી ભાગી ગયો હતો.