સંદીપ વસાવા/ઓલપાડ : તાલુકાના સરોલી ગામે નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવાઇ હતી. બાઇકમાંથી આવતા ઘોંઘાટને લઇ યુવક સાથે નજીકમાં જ રેહતા સસરા અને જમાઈએ બબાલ કરી હતી. ઉશ્કેરાયેલા જમાઈએ માથામાં બોથડ પદાર્થનો ઘા કરી દેતા યુવકનું સારવાર મળેએ પહેલા જ મોત નિપજ્યુંહ તું. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં ઘટના બાદ ફરાર સસરા અને જમાઈ ની કરી ધરપકડ કરી છે. પરંતુ આટલી સામાન્ય બાબતમાં હત્યાથી ચકચાર મચી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્રના ભરોસે રહેશો નહી! નિવૃત આર્મી જવાનોએ પોતાના વિસ્તારમાં પાણી પહોંચાડવાનું શરૂ કર્યું


9 તારીખે રાત્રે સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામે સાંજના સમયે હત્યાની ઘટના બની હતી. સરોલી ગામે હળપતિવાસમાં રેહતો દિવ્યાંગ રાઠોડ નામનો યુવક બાઈક લઈને ગામના પટેલ ફળિયામાંથી પસાર થઇ રહ્યો હતો. દરમ્યાન ગણપત પટેલ નામના આધેડે દિવ્યાંગ રાઠોડને રોકીને બાઈકમાંથી આવતા મોટા અવાજને લઇ બોલાચાલી થઇ હતી. બોલાચાલી દરમ્યાન આધેડના જમાઈ ચેતન પટેલ ત્યાં આવી પહોચ્યા હતા. ઉશ્કેરાઇ જઈ દિવ્યાંગ રાઠોડના માથામાં બોથડ પદાર્થનો ઘા કરી દીધો હતો. જેને લઇ દિવ્યાંગ રાઠોડને ગંભીર ઈજા થઇ હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડાયો હતો. જો કે સારવાર મળે એ પહેલાજ યુવકનું મોત નીપજયુ ચુક્યું હતું.


રેલવે લાઇનના નામે ખેડૂતો પાસેથી જમીન લઇ લીધી અને પછી વળતરનાં નામે ખેડૂતોને


જોકે ઘટના બાદ સસરા ગણપત પટેલ અને જમાઈ ચેતન પટેલ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના બંને આરોપી સસરા અને જમાઈને પકડી પાડ્યા હતા. અને તેમના વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી. મહત્વનું છે કે, ક્ષણિક આવેશમાં આવીને એકસાથે બે પરિવાર નો હસતો રમતો પરિવારનો માળો પીખાઈ ગયો છે. એક પરિવાર એ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. તો બીજા પરિવારે પોતાના ઘરના મોભીઓને જેલ ના સળિયા પાછળ જોવાનો વાળો આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube