ચેતન પટેલ/સુરત :સુરતમાં ગઈકાલે મોડી રાત્રે નાનકડી બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાના હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી દીકરાના હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે તેવી વાત કહી છે. પરિવારજનોએ લિંબાયત વિસ્તારમાં ગુંડાગીર્દી અને અસામાજિક તત્વોની દાદાદીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મેળાનો પહેલો દિવસ : 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરને થઈ 61 લાખની આવક


ગોંડલ : કૃષ્ણ જન્મોત્સવમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર બન્યા વાસુદેવ, ધાર્મિક વેશમાં સોહામણા લાગ્યા



દીકરાને ગુમાવ્યાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પિતા ઊંડા શોકમાં ડૂબી ગયા હતા. ગમગીન અવાજે તેમણે કહ્યું હતું કે, મારા દીકરાની હત્યા કરાઈ છે. ચાર-પાંચ યુવકો તેને મારીને જતા રહ્યા હતા. પત્થર પણ ગળા પર લગાવી દીધા હતા. તેમને પકડો અને કડકમાં કડક કાર્યવાહી કરો. 


હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીના પરિવારજનો સુરતના સ્મીમેર હોસ્પિટલમાં પહોંચ્યા છે, જ્યાં તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે, હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી અમારા દીકરાનો મૃતદેહ નહિ સ્વીકારીશું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :