Junagadh News : ધૂળેટી એ રંગોનો તહેવાર છે. પરંતું ક્યાંક હોળી લોહીયાળ બની છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો છે. ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારાખાનો ભત્રીજો છે. અત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું
બન્યુ એમ હતું કે, વંથલીના રવની ગામમાંર હેતો સલીમ સાંધ ધૂળેટીની રાતે પોતાના ખેતરથી પરત ફરી રહ્યો હતો. તેની સાથે તેના કેટલાક મિત્રો પણ હતા. ત્યારે અચાનક ગામના પાદરે પસાર થતા સમયે બે બુકાની ધારી શખ્સ બાઈક લઈને આવ્યા હતા. તેઓએ સલીમ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કરીને બાઈક પર આવેલા શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ ઘાયલ સલીમને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો. 


આ પણ વાંચો : 


ભારતની ડિગ્રી હવે ઓસ્ટ્રેલિયામાં પણ ચાલશે, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળશે


સલીમના મોત પર આખા ગામના લોકો હોસ્પિટલમાં એકત્રિત થઈ ગયા હતા. તો આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જૂનાગઢ જિલ્લા એસ.પી. રવિ તેજા, વાસમ શેટ્ટી અને વંથલી પોલીસ સ્ટાફ રવની ગામે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.


સલીમ ગેંગસ્ટર જુસબ અલ્લારખાનો ભત્રીજો
સલીમ સંધા એ વંથલીનો કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારખાનો ભત્રીજો છે. જેના પર 23 જેટલા ગુના નોંધાયા છે. માત્ર જૂનાગઢ અને વંથલી જ નહિ, પરંતું ગુજરાતભરના પોલીસ સ્ટેશનમાં તેની પર લૂંટ, ઘાડ, હત્યા, સરકારી કર્મચારીઓ પર હુમલા, પોલીસ પકડમાંથી ભાગી જવાના અનેક ગુના નોંધાયા છે. ખંડણી માંગવામાં પણ તેનું નામ સામેલ છે. એક સમયે જુસબ અલ્લારખા પોલીસ ચોપડે વોન્ટેડ હતો, પરંતુ હાલ જેલમાં છે.  


આ પણ વાંચો : 


મેચ પહેલા નમો સ્ટેડિયમમાં અદભૂત નજારો, બંને PM રથમાં સવાર થઈને ગ્રાઉન્ડમાં ફર્યાં