મહેસાણા: હોટલનું બિલ ચુકવવા મુદ્દે મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું !
જમવાના પૈસા નહી આપનારા મિત્ર પર ગુસ્સે થયેલા મિત્રએ જ છરી વડે હુમલો કરીને તેનું ઢીમ ઢાળી દીધું હતું
તેજસ દવે/મહેસાણા: શહેરમાં બાયપાસ હાઈવે ઉપર જમવા ગયેલ મિત્રો વચ્ચે નાની અમથી વાતમાં હત્યા સુધીની ઘટના બની જવા પામી હતી. હાઈવે પરની એક હોટલ પર જમવા જતા પૈસા આપવા આ મિત્રો વચ્ચે તકરાર થાય છે. અને તકરારમાં ને તકરારમાં એક મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી ઘોપી દેતા એક યુવકનું મોત થતા મહેસાણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
લો બોલો! રેતીનો પાઉડર બનાવી તેના નિકાસ કરવાનું પણ કૌભાંડ, ઝડપાયું
મહેસાણાના બાયપાસ હાઈવે ઉપર ગત રાત્રે એક મિત્રએ જ બીજા મિત્રના પેટમાં છરી ભોંકી દઈને ઘાતકી હત્યા કરી નાખવાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની હકીકત પર નજર કરીએ તો, મહેસાણાના રાજીવ બ્રિગેડનગરમાં રહેતો મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી વાઘેલા બાયપાસ હાઈવે પરની રાજ ફ્રાય સેન્ટર પર જમવા ગયો હતો. દરમ્યાન કિરણજી વનરાજજી ઠાકોર અને સાથી મિત્ર હીરાજી વિહાજી વાઘેલા રાજ ફ્રાય સેન્ટર પર પહોચ્યા હતા.
વડોદરાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવાની માંગ, કોંગ્રેસી કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન
આહવા અકસ્માત: 2 લોકોનાં ઘટના સ્થળે મોત 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
જ્યાં પહોચતા જ મનોજસિંહના જમવાના પૈસા આપવા મુદ્દે ફરીયાદી કિરણજી અને મૃતક હીરાજી વચ્ચે માથાકૂટ થઇ હતી. અને આ માથાકૂટ જોત જોતામાં મારામારીમાં પરિણમતા મનોજસિંહ વાઘેલાએ હીરાજી વાઘેલાના પેટની ડાબી બાજુએ છરી મારતા હીરાજીનું મહેસાણામાં નવજીવન આઈ સી યુ માં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે ઘટના બનતા મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોચીને આરોપી મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી વાઘેલા ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
તંત્ર દુર્ઘટનાઓમાંથી કાંઇ શીખતું નથી? ફરી એકવાર ડી કેબિનમાં વિશાળ ટાંકી તુટી પડી અને...
આમ, માત્ર જમવાના પૈસા મુદ્દે થયેલી મિત્રો વચ્ચેની માથાકૂટ મારામારીમાં પરિણમતા એક મિત્ર એ બીજા મિત્રની છરી મારી હત્યા કરી નાખતા સનસનાટી પ્રસરી જવા પામી છે. જો કે, હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં બીજી હકીકતો પણ સામે આવે. જેની માટે મહેસાણા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube