પંચમહાલ : જિલ્લાના શહેરાની પાનમ કેનાલમાંથી મહીસાગરના લુણાવાડાના 22 વર્ષીય યુવક ગૌરાંગ અને ધ્વની નામની યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બંન્ને કરાટે ટ્રેનર હતા. પોલીસે હાલ તો મૃતદેહોને કબ્જે લઇને તપાસ આદરી છે. મહીસાગર જિલ્લાનો રહેવાસી 22 વર્ષીય ધ્વની રાબેતામુજબ ગુરૂવારે સવારે 11 વાગ્યે પોતાના ઘરેથી મહિસાગર જિલ્લાના સોનેલાવ ગામની શાળામાં કરાટેની ટ્રેનિંગ માટે ગઇ હતી. અહી તે કરાટેની ટ્રેનિંગ માટે જતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મોમાં હોય તેવી રીતે જીવ જોખમમાં મુકીને 4 યુવકો કરી રહ્યા હતા મરચાની ચોરી પણ...


જો કે ગુરૂવારે સાંજે 05.30 વાગી જવા છતા પણ તે ઘરે પહોંચી નહોતી. જેથી ધ્વનીના પિતાને તેના મિત્રનો સાંજે 05.30 વાગ્યે ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ટુ વ્હીલર અન્ય એક કાળા રંગની  બાઇક શહેરા તાલુકાના ઉંડરા ગામ નજીકની પાનલ કેનાલ નજીકથી મળી આવી છે. તો બીજી તરફ પિતાએ ધ્વનીને ફોન કરતા તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. ધ્વનીના પિતા તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચતા તેમણે ધ્વનીનું મોપેડ ત્યાં પડેલું જોયું હતું. 


LRD બોર્ડના ચેરમેનના નામે બનાવટી સ્ક્રીન શોર્ટ વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો, થયો ચોંકાવનારો ખુલાસો


લુણાવાડા ભોઇ સમાજના લોકો મોટા પ્રમાણમાં ત્યાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ બાઇક તેમના સંબંધી ગૌરાંગની છે. ગૌરાંગ પણ તેના ઘરે શાળામાં બાળકોની કરાટે તાલીમ આપવા જતો હોવાનું જણાવીને નીકળ્યો હતો અને તે પણ ઘરે પહોંચતા જાણવા મળ્યું કે, તેની બાઇક પણ ઉંડારા ગામ પાસે આવેલી પાનમ કેનાલમાં પડેલી હતી. બંન્નેના મૃતદેહો કેનાલમાંથી મળી આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube