ચેતન પટેલ/સુરત : લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો. ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો થયો હતો. હુમલામાં એકનું મોત અને બીજા યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. લગ્નના ગરબામાં નાચવા જેવી નજીવી બાબત લોહીયાળ અથડામણમાં પરિણમી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર પાલિકામાં સફાઇ કર્મચારીએ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવો હોય તો સાહેબનું બાઇક તો ધોવું જ પડે !


સુરતના ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં  નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો. જેમાં એક ભાઈનું મોત નીપજ્યું છે. એસએમસી આવાસમાં રહેતા 19 વર્ષીય વિજય શ્રાવણ બોરકર મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી ગત રોજ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. જેમાં તમામ આમંત્રીતો ગરબા ગાઇ રહ્યા હતા. જો કે નાચવાની બાબતે માથાકુટ થઇ હતી. જે લોહિયાળ બની હતી. 


સાયબર એટેકર્સની ખેર નથી, ગુજરાત પોલીસ અને GTU વચ્ચે થયા ખાસ MoU


સાયબર એટેકર્સની ખેર નથી, ગુજરાત પોલીસ અને GTU વચ્ચે થયા ખાસ MoU


ગરબા દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન ધક્કામુક્કી બાદ વિજય અને તેના મોટા ભાઈ 24 વર્ષીય રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દેતા વિજયનું કરુણ મોત નીપજ્યું હતું. વિજયની હત્યા બાદ રાંદેર પોલીસે સમગ્ર મામલે હત્યાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય કાર સર્વિસમાં નોકરી કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિજયના મોત બાદ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube