સુરત : સુરતમાં ત્રણ વર્ષ પહેલા મૂળ યુપીના 10 વર્ષના બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ત્યારે સુરત જિલ્લા કોર્ટે 10 વર્ષના બાળકને રહેંસી નાખનાર હત્યારાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેબ્રુઆરી, 2015માં સુરતના પાંડેસરામાં મૂળ યુપીના રામઅચલ રામદુલાર ગૌતમના દીકરી મંદીપની નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. નાનકડા ઝઘડાએ મોટું સ્વરૂપ લઈ લેતા 10 વર્ષના એક માસુમનો ભોગ લેવાયો હતો. બન્યું એમ હતું કે, પિન્ટુ નામનો રામઅચલના પાડોશમાં રહેતો યુવક તેમના ઘરે આવ્યો હતો, અને તે રામઅચલના બંને દીકરા મંદીપ અને સંદીપ સાથે મસ્તી કરી રહ્યો હતો. ત્યારે મસ્તી મસ્તીમાં વાત વણસતા મંદીપે હાથમાં પિન્ટુએ હથોડી ઉપાડી હતી. ત્યારે પિન્ટુએ તેને ચાર-પાંચ તમાચા લગાવ્યા હતા. પરંતુ એ જ દિવસે સાંજે પિન્ટુએ રામઅચલના ઘરે જઈને મંદીપ ઊંઘતો હતો તેને ઉઠાડીને હથોડીથી તેને રહેંસી નાખ્યો હતો. પિન્ટુએ આચરેલી આ હેવાનિયત આખા પરિવારે નજરોનજર નિહાળી હતી. 


ત્યારે ગઈકાલે મંગળવારે જિલ્લા કોર્ટમાં પોલીસની ધારદાર દલીલોને આધારે છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ એ.ટી.ઉકરાણીએ પિન્ટુ નાયકને દોષી ગણાવ્યો હતો. પિન્ટુને આજીવન કેદ (મૃત્યુ ન થાય ત્યાં સુધી) જેલમાં રાખવાનો હુકમ કર્યો છે.