અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના આંબાવાડી વિસ્તારમાં ધોળે દહાડે નડિયાદ (Nadiad)ની યુવતી ઈશાની પરમારનું ગળુ કાપી હત્યા (Murder) કરનાર યુવક નરેશ સોઢા આખરે પકડાયો છે. એકતરફી પ્રેમમાં યુવતીની નિર્દયીપણે હત્યા કરનાર નરેશ સોઢાને ક્રાઇમ બ્રાન્ચે (Crime branch) બાયડના અમલિયારા ગામથી પકડી પાડ્યો હતો. હત્યારો નરેશ સોંઢા કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજમાં આબાદ ઝડપાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે યુવતીની હત્યા થઈ હતી
ગઈકાલે આંબાવાડીના અમૂલ્ય કોપ્લેક્ષના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમારની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. તેણી નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


એકતરફી પ્રેમમાં પાગલ નરેશે હત્યા કરી
ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ભાગી રહ્યો હતો ત્યારે ત્યાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો છે. જેનું નામ નરેશ સોઢા હોવાનું સામે આવ્યું હતું. તેણે એકતરફી પ્રેમમાં પાગલ થઈને આ પગલુ ભર્યું હતું. 



નરેશ ઈશાનીને હેરાન કરતો હતો
નરેશ અને ઈશાની બંને સાથે અભ્યાસ કરતા હોવાથી એકબીજાને ઓળખતા હોવાની પારિવારિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું. નરેશ ઈશાનીના પ્રેમમાં પાગલ હતો. જેથી તેને હેરાનગતિ વધી ગઈ હતી. એર હોસ્ટેસનો કોર્સ શરૂ કરનાર ઈશાનીને નરેશ વારંવાર તુ આવા કપડા કે પહેરે છે, તુ બીજા છોકરાઓ સાથે કેમ ફરે છે તેમ કહીને બોલતો હતો. આ મામલે ઈશાનીના માતાપિતાએ પણ નરેશને ઠપકો આપ્યો હતો. પણ તે માન્યો ન હતો. 


મહત્વની બાબત છે કે, ભીડ ભાળ વાળા વિસ્તારમાં હત્યા થતા લોકોમાં હાલ ભયનો માહોલ છવાઈ ગયો છે. અને લોકોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :