મુસ્તાક દલ/જામનગર: જિલ્લાના લાલપુરના મુરીલા ગામમાં પિતરાઈ ભાઇ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા ખીમાભાઈ વસરાને સારવાર વખતે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાથના ભાગે ગોળી વાગી હોવાની બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં લાલપુર પોલીસ કાફલો કરતા પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! રાજ્યના 3 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા


જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામે રહેતા ખીમાભાઈ મેરામણભાઈ વસરા પર તેના જ મોટાબાપુના દીકરા નારણભાઈ પુંજાભાઈ વસરાએ દેશી તમંચા દ્વારા ફાયરીંગ કર્યું હતું. જેમાં તમંચામાંથી છુટેલ છરાના બે રાઉન્ડ પૈકી એક ડાબા હાથની કોણીથી નીચેના ભાગે અને અન્ય એક રાઉન્ડનો છરો ગળાના ભાગે ખુંપી જતા ખીમાભાઈ લોહી લુહાણ થઇ ગયા હતા. અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ પોલીસને જાણ કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. 


Team India: કોણ છે ઋતુરાજ ગાયકવાડની ભાવિ પત્ની? જેના માટે WTC ફાઇનલને કહી બાય બાય!


જેમાં આરોપી મોટાબાપુના દીકરા અને પોતાના પરિવારને લાંબા સમયથી બોલવાનો પણ વ્યવહાર નથી. દરમિયાન આજે સવારે જયારે ખીમાભાઈ પોતાના ઘરેથી નીકળી વાડા તરફ જતા હતા ત્યારે આરોપીએ પોતાના ઘરેથી બહાર નીકળી પોતાના ઘર બાજુ જોવા બાબતે બોલાચાલી કરી હતી અને ઉસ્કેરાઈ જઈ મારી નાખવાના ઈરાદે ભાઈ પર ફાયરીંગ કર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. 


7th Pay Commission: જુલાઈમાં ફરી વધી શકે છે  DA,પગારમાં 8 રૂપિયા જેટલો વધારો સંભવ