જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: સમગ્ર ગુજરાતમાં આષો નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતનું યુવા ધન ગરબાના હિલોળે ઝૂમવા થનગની રહ્યું છે. ત્યારે ગરબા અને રાસ રમવામાં વપરાતા દાંડિયા ક્યાં અને કેવી રીતે બને છે એ વિષે બહુ ઝૂઝ લોકો જ જાણતા હશે. ગુજરાત અને અન્ય રાજ્યો સાથે વિશ્વના અનેક દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં પંચમહાલના ગોધરાથી મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવેલ દાંડિયાથી રાસ રમાય છે. જો કે હાલ મંદીની અસર અહીં પણ જોવા મળી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરબા રાસ રમવા તે ગુજરાતીઓની એક ઓળખ બની ગઈ છે અને ગુજરાતની ગલીઓ શેરીઓ થી લઇ મોટા ગરબા ગ્રાઉન્ડોમાં રાત્રી ગરબાનું આયોજન થતું હોય છે. જેમાં વિવિધ પ્રકારના ગરબા અને રાસ બાળકોથી માંડી યુવા અને વડીલો પણ રમતા હોય છે. ગરબા અને તેમાંય ખાસ કરીને રાસ રમવા માટે વર્ષોથી દાંડિયાનો ઉપયોગ થતો આવ્યો છે આ દાંડિયા રાશ લોકો જોડીમાં રમતા હોય છે.


વડોદરા: મયંક ટેલરની ઘાતકી હત્યા કરનાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ


જાણી ને નવાઈ લાગશે કે ગરબા રમવા માટે ઉપયોગમાં લેવાતા દાંડિયાનું મોટાભાગનું ઉપ્તાદન પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં થાય છે. અને એથી પણ વિશેષ વાત એ છે કે, આ દાંડિયા ગોધરાના મુસ્લિમ પરિવારો દ્વારા બનાવવા આવે છે. ગોધરા ના સાતપુલ વિસ્તારમાં રહેતા લગભગ 70થી વધુ પરિવારોના 300થી વધુ મુસ્લિમ બિરાદરો વર્ષોથી દાંડિયા બનાવવાનું કામ કરે છે. ભારત ભરના માર્કેટમાં વેચાતા દાંડિયામાંથી 95 ટકા ઉત્પાદન માત્ર ગોધરામાં થાય છે. 


વિવિધ જાત અને ભાતના દાંડિયા બનાવવા માટે લાકડાના નાના ટુકડાથી શરુ કરી એનું કટિંગ પોલીસ અને કલર સુધી વિવિધ પ્રક્રિયા માંથી પસાર થઇ દાંડિયા બનતા હોય છે. એક અંદાજ પ્રમાણે નવરાત્રીની એક સીઝનમાં એક દાંડિયા બનાવતા વેપારી 2 થી 3 લાખ દાંડિયાનું ઉત્પાદન કરે છે જે પારથી અંદાજ લગાવી શકાય છે કે, દાંડિયા માર્કેટમાં ગોધરાના આ મુસ્લિમ બિરાદરોનો કેટલો મોટો ફાળો છે. 


મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના ડાયમંડ જપ્ત


લાકડાની વિવિધ વસ્તુઓ બનાવતા આ મુસ્લિમ બિરાદરો નવરાત્રી પેહલાના ચાર માસથી દાંડિયા બનાવાની શરૂઆત કરી દેતા હોય છે, વર્ષમાં બે વખત દાંડિયા પુષ્કળ પ્રમાણમાં વેંચતા હોય અને ગોધરામાં બનતા આ દાંડિયા ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં પણ અહીંથી જ દાંડિયાની નિકાસ કરવામાં આવે છે. 


વિદેશમાં અમેરિકા,ઇંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોમાં જ્યાં ગુજરાતી લોકો વસે છે ત્યાં અહીંના મુસ્લિમોએ બનાવેલા દાંડિયા વેપારીઓ દ્વારા ખરીદી નિકાસ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજસ્થાન અને સમગ્ર ભારતમાં એક્સપોર્ટ થાય છે. ભારત બહાર પણ આ લોકો પાસેથી દાંડિયા ખરીદીની કેટલાક વેપારીઓ મોકલતા હોય છે.


અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ


જો કે આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન છે તો સાથે જ મંદીની અસર દાંડિયા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. દર વર્ષે જે દાંડિયા વેચાતા હતા તે સરખામણીએ આ વખતે દાંડિયાના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો દાંડિયા બનાવનાર કારીગરોની માનીએ તો આ વખતે દર વખતની કરતા માર્કેટમાં 50 ટકા ઓછો ઉપાડ જોવા મળી રહ્યો છે.


જુઓ LIVE TV :