અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ પોતાના પરિણામ અંગેની વિગતો મેળવવા માટે RTI અરજી કરી હતી. યુનિવર્સિટી દ્વારા આપેલા જવાબના કારણે તે ચોંકી ઉઠી હતી.  યુનિવર્સિટીએ તેને જવાબ આપ્યો હતો કે, પહેલા તે ભારતીય નાગરિક છે કે કેમ તેના પુરાવા રજુ કરવા માટે જણાવાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાથી નિધન

રાજ્યની સૌથી મોટી ગણાતી યુનિવર્સિટી LLB ના છઠ્ઠા સેમિસ્ટરની વિદ્યાર્થીનીએ પોતાના પરિણામની વિગતો RTI દ્વારા માંગતા યુનિવર્સિટી તરફથી જે જવાબ મળ્યો તેનાથી તે ચોંકી ઉઠી હતી. યુનિવર્સિટીએ LLB ના છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ ઓક્ટોબર 2020 જાહેર કર્યું હતું. જો કે ગાંધીનગરની સિદ્ધાર્થ લો કોલેજની એક વિદ્યાર્થીની તેના પરિણામથી અસંતુષ્ટ હતી. જેથી તેણે કોલેજમાં મુકેલા ઇન્ટર્નલ માર્ક અને માર્કશીટ મેળવવા માટે કોલેજ અને યુનિવર્સિટીમાં રજુઆત કરી હતી. 


‘જિંદગી જીવવી અઘરી છે...’ આટલા શબ્દો લખીને સુરતની મહિલા PSIએ કરી આત્મહત્યા

જેથી કાયદાની આ વિદ્યાર્થીનીએ ગુજરાત યુનિવર્સિટીમાં 19 ઓક્ટોબરે માહિતી અધિકારના કાયદા હેઠળ આરટીઆિ કરીને માહિતી માંગી હતી. જો કે જાહેર માહિતી અધિકારીએ આ માહિતી આપવાના બદલે તેની પાસેથી ભારતીય નાગરિકતાના પુરાવા માંગ્યા હતા. જેથી વિદ્યાર્થીની ચોંકી ઉઠી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube