• સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાના ભાગે ઉભેલા એક શખ્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિન્દ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે


હેમલ ભટ્ટ/સોમનાથ :ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર (somnath temple) પાસે ઊભા રહીને મોહમ્મદ ગઝનીનાં વખાણ કરતા એક સંદિગ્ધ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થયો હતો. જે વીડિયો બનાવનાર શખ્સ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર વિશે વાયરલ થયેલા વીડિયો બનાવનાર શખ્સની હરિયાણાના પાણીપત નજીકથી ધરપકડ કરવામાં આવી છે. 


આ યુવાનનું નામ ઈર્ષાદ રસીદ હોવાનું તેમજ તેની જમાતે આદિલા હિન્દ નામથી યુટ્યુબ ચેનલ હોવાનો ખુલાસો થયો હતો. વાયરલ વીડિયોમાં આ સંદિગ્ધ શખ્સ હિંદુઓની લાગણી ભડકાવી રહ્યો હતો. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર કરેલ આક્રમણ અને લૂંટને બિરદાવી રહ્યો છે અને આ વીડિયો વાયરલ થતાં લોકોએ માંગ કરી છે કે આ ધર્માંધ યુવાનને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. તેથી પોલીસની ખાસ ટીમ યુવકને પકડવા પાણીપત પહોંચી હતી. હરિયાણાના પાણીપત નજીક આ શખ્સનું લોકેશન મળ્યું હતું. 


આ પણ વાંચો : જામનગરનો માથાભારે ડોન જયેશ પટેલ લંડનથી પકડાયો, ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો  


મહંમદ ગઝનીના સોમનાથની લૂંટના પરાક્રમને આ શખ્સે વાયરલ વીડિયોમાં વખાણ્યું હતુ. સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે જેટ ગતિએ તપાસ શરૂ કરી હતી. ત્યારે ગીર સોમનાથ પોલીસને આખરે પાણીપતમાં પહોંચીને સફળતા હાથ લાગી હતી. 


સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરાઈ
સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાના ભાગે ઉભેલા એક શખ્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો (video) એ ભારે ચર્ચા જગાવી છે. 3 મિનીટ 24 સેકન્ડના આ વીડિયોમાં યુવક મોહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યાની ઘટનાના વખાણ કરી રહ્યો છે. ત્યારે આ વિવાવાદસ્પદ યુવકને પકડવાની માંગ ઉઠી છે. સોમનાથ ટ્રસ્ટની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વીડિયોમાં દેખાતા આ શખ્સની ઓળખ પણ થઈ છે. આ યુવક મોહંમદ ગઝનવીને ઈસ્લામની ઈશાક કરનારો ગણાવી રહ્યો છે. સાથે જ મોહમંદ ગઝનવીના વખાણ કરી રહ્યો છે. દરિયા કિનારે ઉભા રહીને જ તેણે આ વીડિયો બનાવ્યો છે. 


આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા, તંત્રનું ટેન્શન વધ્યું