પાટણ : રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની એક યુવતી પર થયેલા હિચકારા હુમલાના આરોપીઓને સજા કરવાની માંગ સાથે આજે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં આવતીકાલે રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ રેલીમાં ધંધુકામાં થયેલા યુવાનની હત્યા મુદ્દે પણ આવેદન આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી વ્યક્તિ દ્વારા ચૌધરી સમાજની એક યુવતી પર તેના ઘરમાં ઘૂસીજઇને છરી વડે ઘાતક હૂમલો કર્યો હતો. આ મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની હાજરીમાં હિન્દુ સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય કરાયો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવામાં આવશે. અને રાધનપુરમાં મૌનરેલીનું 11 વાગ્યે આયોજન કરવામાં આવશે. મામલતદારને ધંધુકા અને રાધનપુર ખાતે રેલીનું આયોજન કરવામાં આવશે. 


આ બેઠકમાં નક્કી થયું હતું કે, આ બંધના આહ્વાન અને રેલીમાં ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને પણ સજા કરવાની માંગ કરવમાં આવી હતી. ભરવાડ સમાજ દ્વારા પણ આ રેલીને સમર્થન આપવામાં આવ્યું હતું. આ પ્રકારે ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાય તેવી અપીલ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube