ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના દરિયાકાંઠે 18 મેના રોજ વાવાઝોડું તૌકતે ટકરાશે. હાલ વવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં 990 કિલોમીટર દૂર છે. પણ ત્રણ દિવસમાં તે ગુજરાતના દરિયાકાઁઠે આવી પહોંચશે. ત્યારે આ તૌકતે વાવાઝોડા (Tauktae cyclone) ની ફોઈનું નામ જાણવુ તમને ગમશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 દેશો વચ્ચે ચાલે છે એક ખાસ નામકરણ પ્રથા 
જેમ આપણે ત્યાં ફોઈ પરિવારના નાના બાળકનું નામકરણ કરે છે. તેમ દરેક વાવાઝોડા (cyclone) નું નામ અલગ હોય છે, અને તેનુ નામકરણ કરનારી ફોઈઓના નામ પણ અલગ અલગ હોય છે. આ એક પ્રથા છે જે એશિયાઈ દેશો વચ્ચે શરૂ થઈ હતી. જે મુજબ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ટકરાતા દરેક વાવાઝોડાના નામ અલગ અલગ હોય છે, અને તે દરેક નામ અલગ અલગ એશિયાઈ દેશો દ્વારા પાડવામાં આવતા હોય છે. તો તૌકતે નામ કયા દેશે પાડ્યુ તે જાણીએ.


આ પણ વાંચો : કોરોનાની એક પણ લહેર ગુજરાતના આ ગામડાને અડી નથી, અડીખમ ઉભું રહ્યું


2021નું પહેલુ વાવાઝોડું છે તૌકતે 
આ વર્ષ 2021 નું પહેલુ ચક્રવાતી તોફાન તૌકતે છે. તેનુ નામ તૌકતે મ્યાનમાર દેશ દ્વારા આપવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે મોટો અવાજ કરનારી ગરોળી. તમને જણાવી દઈએ કે, હિન્દ મહાસાગર સાથે જોડાયેલા 8 દેશોએ ભારતની પહેલા પર ચક્રવાર્તી તોફાનોને નામ આપવાની ઔપચારિક પરંપરા શરૂ કરી હતી. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, માલદીવ્સ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ સામેલ છે. 


ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ
ગુજરાત ઉપરાતં વાવાઝોડાની અસરને પગલે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્વીપ ટાપુઓને સાવધાન રહેવાની સૂચના આપી દેવાઈ છે. કેમ કે, હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ મોસમ વિભાગે માછીમારોની સમુદ્રમાં ન જવાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષદ્વીપ અને માલદીવ વિસ્તારમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી તેજ હવાઓ ચાલશે. આ ઉપરાંત કેરળ, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાને પણ વાવાઝોડું ધમરોળશે.