કેતન બગડા/અમરેલી :ગુજરાતનું આકાશ રહસ્યોથી ભરેલું છે એવુ કહેવુ જરાય અતિશયોક્તિ નથી. પહેલા અગનગોળા અને હવે કતારબંધ લાઈટ જોવા મળી છે. અમરેલી જિલ્લામાં આકાશમાં અદભૂત નજારો જોવા મળ્યો છે. જાફરાબાદના લોર, કડીયાળી, વઢેરા સહિતના ગામોમાં આકાશમાં કતારબંધ લાઈટ જોવા મળી છે. આકાશમાં લાઈટ દેખાતા લોકોમાં કુતૂહલ છવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે આ લાઈટ કઈ લાઈટ છે, શા કારણે આવી લાઈનબંધ લાઈટ આકાશમાં દેખાઈ. આ લાઈટ જોઈને પહેલા તો સ્થાનિકો આશ્ચર્યમાં છવાયા હતા, પરંતુ બાદમાં ગભરાટ પણ ફેલાયો હતો. આખરે આ લાઈટનો ઝગમગાટ શાનો છે. કે કોઈ કૃત્રિમ ઉપગ્રહોનો કાટમાળ છે. ગુજરાતના આકાશમાં એક બાદ એક દેખાતા આ રહસ્યો પાછળ આખરે શું કારણ છે.


આ પણ વાંચો :  યુવાનો પણ શરમાય તેવી સ્ફૂર્તિથી પીએમ મોદી પાવાગઢના પગથિયા સડસડાટ ચઢી ગયા


એપ્રિલ મહિનામાં પણ આકાશમાંથી ગોળા વરસ્યા હતા. આકાશમાંથી સતત એક જ પ્રકારના ગોળા અલગ અલગ વિસ્તારોમાં પડ્યા હતા. ખેડાની આસપાસના વિસ્તાર તથા વડોદરામાં અવકાશી ગોળા પડ્યા હતા. લોકોએ આ ગોળાને એલિયનના પદાર્થ સાથે સરખાવ્યુ હતું. પરંતુ તે ઉપગ્રહોનો કાળમાળ હોવાનું કહેવાયુ હતું. મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી અને અન્ય ભાગોમાં પણ શનિવારે રાત્રે એક રહસ્યમય અગનગોળો જોવા મળ્યો હતો. આ ઘટનાને લીધે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ અગનગોળા સામાન્ય રીતે 'શૂટિંગ સ્ટાર' તરીકે ઓળખાય છે. તે પ્રતિ સેકન્ડ 30થી 60 કિમીની ઝડપ ધરાવે છે. તેને લીધે સર્જાતા ઘર્ષણને લીધે આ પદાર્થ સળગી ઉઠે છે.