નચિકેત મહેતા/ખેડા :ખેડામાં ફરી એકવાર અવકાશી ગોળો પડવાની ઘટના બની છે. ઉમરેઠ, દાગજીપુરા બાદ ચકલાસી નજીક ખેડાના ભુમેલ ગામમાં અવકાશમાંથી ગોળો પડ્યો છે. ભૂમેલ ગામના પૉલ્ટ્રી ફાર્મમા અવકાશમાંથી ગોળો પડતા લોકોમાં કુતુહલ સર્જાયુ છે. આખરે લોકો જાણવા ઉત્સુક છે કે, આકાશમાંથી સતત એક જ પ્રકારના ગોળા કેવી રીતે પડી રહ્યા છે અને માત્ર ખેડા વિસ્તારમાં જ કેમ પડી રહ્યાં છે. આ અવકાશી ગોળાનુ શુ રહસ્ય છે, લોકો આ ગોળાના એલિયનના પદાર્થ સાથે સરખાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડાના ભૂમેલ ગામના એક પોલટ્રી ફાર્મમાં શુક્રવારે રાત્રે અવકાશી ગોળો આવીને પડ્યો હતો. ભારે અવાજ સાથે મોડી રાત્રે ગોળો પડતા પૉલ્ટ્રી ફાર્મના માલિક ગભરાઈ ગયા હતા. જેથી તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો મેળવ્યો છે. હાલ આ ગોળાને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવ્યા છે. જે અંગેની એફએસએલને જાણ કરવામાં આવી.


આ પણ વાંચો : આણંદમાં આકાશમાંથી વરસેલા ગોળાની તપાસ શરૂ કરાઈ, કોઈ મોટા રહસ્યોના સંકેત 


છેલ્લા બે દિવસથી અવારનવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે. ભૂમેલ ગામમાં પડેલો અવકાશી ગોળો એવો જ ગોળો છે જે ખેડાના અન્ય ત્રણ સ્થળોએ ખેતરમાં પડ્યા હતા. 


બીજે ક્યાં અવકાશી ગોળા પડ્યા
દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા પડ્યા હતા. જેથી લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. ફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો : અંગત સંબંધોના વીડિયોથી સુરતની યુવતીને બ્લેકમેલ કરતો રાજસ્થાની ક્રિકેટર પકડાયો


એફએસએલ અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે. 


આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી. કારણ કે તે ગોળા ખાલી ખેતરમાં પડ્યા હતા. 


આ પણ વાંચો : 


અમદાવાદની ખાનગી હોસ્પિટલોનું કૌભાંડ, રેમડેસિવીર રૂપિયા આપવામાં ઠેંગો બતાવ્યો